અરવલ્લી જીલ્લામાં PUBG game તથા MOMO ચેલેન્જ ગેમ પર પ્રતિબંધ : જીલ્લા કલેક્ટર જાહેરનામું

ગુજરાતના મોટાભાગના શહેરો તેમજ નગરો બાદ હવે અરવલ્લી જિલ્લામાં પણ પબ્જી ગેમ અને મોમો ચેલેન્જ ઓનલાઈન ગેમ રમવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે જીલ્લા કલેક્ટર એમ.નાગરાજને બાળકોમાં અને કેટલાક અંશે પુખ્તવયના લોકોમાં પણ PUBG game તથા MOMO challengeના હિંસક પ્રવૃતિનું પ્રમાણ વધતું હોવાથી અને બાળકો અને યુવાનો સતત બંને ઓનલાઈન ગેમમાં રચ્યા પચ્યા રહેતા હોવાથી ગેમ પર પ્રતિબંધ લાદવા માટે અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામાં મુજબ જિલ્લામાં કલમ 144 લાગુ કરવાની સાથે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 37(3) લાગુ કરીને જે લોકો જાહેરમાં પબ્જી ગેમ રમશે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અરવલ્લી જિલ્લાના વિસ્તારમાં જાહેર સલામતી અને સુરક્ષાને લક્ષમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે હેતુથી કલેક્ટર દ્વારા પબ્જી ગેમ પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. 
 
અરવલ્લી જિલ્લાના કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાં અનુસાર પબ્જી ગેમ અથવા તો મોમો ચેલેન્જ જેવી પ્રવૃતિમાં ભાગ લેનાર અથવા તો આ પ્રકારની પ્રવૃતિ કરનાર સામે પોલીસ સ્ટેશનમાં મોખિક કે લેખિત જાણ કરવાની ફરજ કરવામાં આવી છે. આ હુકમનો ભંગ કરનારની સામે પોલીસ અધિનિયમની કલમ 135(3) મુજબ ફોજદારી અધિનિયમ 1860ના ને કલમ 188 હેઠળ શિક્ષાને પાત્ર છે. જાહેરનામું તો બહાર પાડ્યુ પરંતુ તેનો અમલ કેવી રીતે થશે તેની કોઇજ માહિતી નથી. કેટલાય જાહેરનામાં બહાર પાડેલા છે તેનો અમલ કરવામાં આવતો નથી . પાણીના પાઉચ, ગુટખા, મોબાઇલ પર રમાતો ક્રિકેટની મેચ પર સટ્ટો અને સૌથી વધુ દારૂ અને જુગાર પર તો પ્રતિબંધ છે જ તો પણ ડીટેકટ થતા નથી અને આ ગેમ રમાવા પર પ્રતિબંધથી કોઇ ફરક પડે છે કે કેમ તે આવનાર દિવસો માં ખબર પડશે પરંતુ જેમ અંગ્રેજીમાં કેહવત છે કે ‘ forbidden fruit taste sweeter ‘ એટલે પ્રતિબંધીત વસ્તુ કરવાની કેટલાક લોકોને મજા આવે છે . હવે જે લોકો નથી જણાતા કે રમત શુ છે કેવી રેતી રમાય છે તે બધાને જાણવાની ઉતસુક્તા વધશે. કેટલાક અનુભવી અને બુદ્વિજીવી લોકોના મત મુજબ પ્રતિબંધથી આ ગેમની વધારે પ્બલીશીટી મળશે .કોઇ વ્યક્તિ કે બાળક કોઇ ખુણામાં બેસી આ ગેમ રમતો હશે તો તેને ડીટેક્ટ કરવા માટે કોઇ સોફટવેર કે કોઇ મશીનરી વિકસાવી નથી ત્યારે પ્રતિબંધ થી ગેમ પ્બલીશીટી મળશે તેવુ હાલતો લાગી રહ્યુ છે .
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.