ચીબામાં 5.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા, ૩૮૦થી વધુ લોકો ઘાયલ

ટોકિયો: જાપાનમાં ભૂકંપની કહેર અટકવાનું નામ લેતો નથી. આજે જાપાનના ચીબા પ્રિફ્રેકચર વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સમાચાર સંસ્થાના જણાવ્યા પ્રમાણે રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા પ.૧ માપવામાં આવી છે.

 

ભૂકંપના આંચકા આવતાં લોકોમાં ભય અને ફફડાટ વ્યાપી ગયો હતો અને ગભરાટના માર્યા લોકો તેમનાં ઘરોમાંથી બહાર નીકળીને રસ્તા પર આવી ગયા હતા. સદનસીબે ભૂકંપના આ આંચકાઓને કારણે જાનમાલની કોઇ ખુવારી થઇ નથી.

 

આ વર્ષે અગાઉ પણ જૂન મહિનામાં જાપાનના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાપાનના ઓસાકા શહેરમાં આવેેલ ભીષણ ભૂકંપમાં ૩૮૦થી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં રાહતકાર્યોમાં લાગેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ભૂકંપને કારણે ચાર લોકોનાં મોત પણ થયાં હતાં. સરકારના પ્રવકતાએ જણાવ્યું હતું કે ભૂકંપ આવ્યા બાદ યુદ્ધનાં ધોરણે રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.