ટીએમસીના ગુંડાઓએ બંગાળને નરક બનાવ્યું ઃ મોદી

મથુરાપુર : પશ્ચિમ બંગાળના જુદા જુદા વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરીવાર ઝંઝાવતી પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. આ ગાળા દરમિયાન મોદીએ ફરીવાર મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તૃણમુલ કોંગ્રેસ સરકાર ઉપર જારદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, છેલ્લા ત્રણ ચાર દિવસ દરમિયાન બંગાળમાં જે કંઇ પણ ઘટનાઓ બની રહી છે તેને તમામ લોકો જાઈ રહ્યા છે. ટીએમસીના ગુંડાઓએ બંગાળમાં નરકની Âસ્થતિ સર્જી દીધી છે. જે રીતે હિંસા ફેલાઈ રહી છે તેનાથી જનતંત્ર બદનામ થયું છે. ટીએમસીના ગુંડાતત્વોએ મોડી રાત્રે મહાન શિક્ષણશા†ી અને સમાજ સુધારક ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમાને પણ તોડી પાડી હતી. કોલેજમાં સીસીટીવી કેમેરા લાગેલા હતા. સરકાર નારદા શારદા કૌભાંડમાં પુરાવાની જેમ જ તેના પણ પુરાવા નષ્ટ કરી રહી છે. મોદીએ કહ્યું હતું કે, આજે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર જ્યાં પણ હશે ત્યાંથી જાઇને તેમને પીડા થઇ રહી હશે. તેઓ બંગાળના ગૌરવની રક્ષા માટે લડી રહ્યા હતા અને આજે ઘુસણખોરોનું શાસન આવી ગયું છે.
ગઇકાલે તેઓ મિડિયામાં જાઈ રહ્યા હતા કે, મમતા બેનર્જીએ ભાજપની ઓફિસ ઉપર કબજા જમાવવાની પણ ધમકી આપી હતી. મમતા બેનર્જી સતત ધમકીઓ આપી રહ્યા છે. વોટ બેંકની રાજનીતિ માટે મમતા બેનર્જી કઈ હદ સુધી પહોંચી રહ્યા છે તે તમામ લોકો જાઇ રહ્યા છે. બંગાળની પુત્રીઓને વારંવાર જેલ ભેગી કરવામાં આવે છે પરંતુ ઘુસણખોરો અને તસ્કરોને મમતા બેનર્જીએ ખુલ્લી છુટ આપી દીધી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી ભારતના વડાપ્રધાનને પોતાના વડાપ્રધાન તરીકે ગણતા નથી પરંતુ પાકિસ્તાની વડાપ્રધાનની પ્રશંસા કરતા થાકતા નથી. પોતાના ભત્રીજાની સાથે મળીને ટોળાબાજી અને તસ્કરોની સિÂન્ડકેટ ચલાવવામાં આવી રહી છે જેના લીધે પશ્ચિમ બંગાળના માનુષ ભારે પરેશાન છે. રાજ્યના વિકાસ ઉપર સ્પીડ બ્રેકરની Âસ્થતિ જાવા મળી રહી છે.  
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.