દિલ્હીના રસ્તાઓ પર એક સાથે ઉતરી આવ્યા ખેડૂત અને મજૂરો

મોંઘવારી, ન્યૂનતમ ભથ્થું, દેવું માફી સહિત ઘણા મુદ્દાને લઈને દેશના ખેડૂત અને મજૂર આજે દિલ્હીના રસ્તા પર મોદી સરકાર વિરુદ્ધ ઉતર્યા છે. હજારો ખેડૂતો પોતાની માંગણીઓને લઈને રામલીલા મેદાનથી સંસદ માર્ગ સુધી માર્ચ કરી રહ્યા છે. માર્ચમાં રહેલા ખેડૂતોએ કહ્યું કે, ચૂંટણીઓ તો આવતી જતી રહે છે, પરંતુ સરકારની નીતિઓ ખોટી છે. મોદી સરકારને ખેડૂત, મજૂરો અને ગરીબોને લઈને નીતિઓ બદલવી જોઈએ.
 
દિલ્હીના રસ્તાઓ પર ઉતરેલા ખેડૂતો અને મજૂરોની માંગણી છે કે, દરરોજ વધી રહેલા ભાવો પર લગામ લગાવામાં આવે અને ખાદ્ય વિતરણ પ્રણાલીની વ્યવસ્થાને સરખી કરવામાં આવે. વર્તમન પેઢીને રોજગાર મળે અને બધા મજૂરો માટે ન્યૂનતમ મજૂરી ભથ્થુ 18000 રૂપિયા પ્રતિમાસ નક્કી કરવામાં આવે. આ સિવાય કહેવામાં આવ્યું છે કે, મજૂરો માટે બનેલા કાયદામાં મજૂર વિરોધી ફેરફાર ના કરવામાં આવે. ખેડૂતો માટે સ્વામીનાથન કમિટિની ભલામણ લાગૂ થાય, ગરીબ ખેતી મજૂર અને ખેડૂતોનું બધું દેવું માફ કરવામાં આવે.
 
સરકાર પાસે ખેડૂતોની માંગણી છે કે, ખેતી માટે લાગેલા મજૂરો માટે સારા કાયદા બને. દરેક ગ્રામીણ વિસ્તારોમાં મનરેગા સરખી રીતે લાગૂ થાય, ખાદ્ય સુરક્ષા, સ્વાસ્થ્ય, શિક્ષણ અને ઘરની સુવિધા મળે. મજૂરોની ઠેકેદારી પ્રથાથી છૂટકારો મળવો જોઈએ. ભૂમિ અધિગ્રહણના નામે ખેડૂતો પાસે જબરજસ્તી તેમની જમીન છીનવી લેવામાં આવે છે અને કુદરતી આપત્તિથી પીડિત ગરીબોને યોગ્ય રાહત મળે.
 
માંગણીના આ ચાર્ટને લઈને બુધવારે ખેડૂત અને મજૂરો સંસદ તરફ માર્ચ કરી રહ્યા છે. ખેડૂત-મજૂરોના આ માર્ચમાં વિપક્ષી દળોના ઘણા નેતા સામેલ હોવાની શક્યતા છે. વામપંથી દળ સીપીઆઈએમના મહાસચિવ સીતારામ યેચુરી પણ આ માર્ચમાં ભાગ લઈ શકે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.