સાબરકાંઠા જિલ્લામાં પૂર, વાવાઝોડા, અતિવૃષ્ટિ તથા અન્ય જોખમો સામે પૂર્વ તૈયારી અંગે સભાખંડમાં કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઇ હતી

જેમાં વિવિધ વિભાગોના ૬૦ જેટલા અધિકારીઓ હાજર રહ્યા  ૨-દરેક સરકારી ખાતાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની જોગવાઇ મુજબ તેમનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવાનો હતો...૫ વિભાગોના બાકી પ્લાન માટે તાકીદ કરવામાં  આવી ૩- મામલતદારશ્રી/તાલુકા વિકાસ અધિકારીશ્રી વિગેરે સંબંધિત તમામને એક ગામમાંથી ઓછામાં ઓછા ત્રણથી પાંચ એવી વ્યક્તિઓ (એમડીએમ ઓર્ગેનાઇઝર, એફપીએસ સંચાલક, આંગણવાડી કાર્યકર, સરપંચ, સામાજીક કાર્યકર વિગેરે)ના સંપર્ક નંબર જે ગત વર્ષે મેળવેલ હતા તે ચેક કરી કોઈ ફેરફાર હોય તો તે સુધારી અત્રેની કચેરીને ડીઝાસ્ટર શાખાને તારીખ ૩૧/૦૫/૨૦૧૯ સુધીમાં મળે તે રીતે મોકલી આપવા વધુમાં આ સંપર્ક નંબરોવાળી વ્યક્તિ આપત્તિ ના સમયે સામેથી સાચી માહિતી આપે તેવી હોય તે સુનિશ્ચિત કરવું.  ૪- વિજનગર, ખેડબ્રહમા અને પોશીનાના પહાડી વિસ્તારમાં ડીપ પરના બોર્ડ મજબૂતીથી લગાડવા અને સાવચેતીના સૂચનો મૂકવા અંગે કાર્યપાલક ઇજનેરશ્રી, સ્ટેટ / પંચાયતને સૂચના આપી. .૫-રસ્તા પરના જોખમી ઝાડ વિગેરે વીજલાઇનથી દૂર રહે તે રીતે ટીમ કરવા યુ.જી.વી.સી.એલ./કા.ઇ.શ્રી, રસ્તા અને મકાન તથા નગરપાલિકાને સૂચના આપી.   
અગાઉના વર્ષોના બનાવો ધ્યાને લેતા જર્જરિત મકાનો અને હોર્ડીગ્સ વિગેરે ઉતારી દેવા અંગે અખબારમાં જાહેરાત આપવા તમામ નગરપાલિકાઓના ચીફ ઓફીસરશ્રીને સૂચના આપી. તથા વરસાદી પાણીનો શહેરી વિસ્તારમાં સરળતાથી પાણી નીકાલ થઇ શકે. તે માટે તમામ ડ્રેનેજલાઇનો ની સફાઇ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરી ૨૫/૦૫/૨૦૧૯ સુધીમાં પ્રમાણપત્ર મોકલી આપવા સૂચના આપી..૬- નગરપાલિકાએ તેમની રેસ્ક્યુ ટીમ તૈયાર રાખવા અને ડી-વોટરીંગ પંપ, જે.સી.બી. વિગેરે જેવા જરૂરી સાધનો તૈયાર રાખવા સૂચના આપી-૭-કંટ્રોલ રૂમના સાધનોનું ફીજિકલ વેરીફીકેશન ત્રણ દિવસમાં પૂર્ણ કરી લઇ અત્રેની ડીઝાસ્ટર શાખાને મોકલી આપવા તથા  તરવૈયાની ટીંમ અને પૂરથી અસરગ્રસ્ત ગામોની યાદી તૈયાર રાખવાની તમામ મામલતદારશ્રી તથા લાયઝન ઓફિસરશ્રીને સૂચના આપી. ૮- પોશીના, ખેડબ્રહ્મા તથા વિજયનગરના તાલુકાના મામલતદારશ્રી તથા લાયઝન ઓફિસરશ્રીને રાજસ્થાનના શરહદી જિલ્લાઓ તથા રાજસ્થાન કંટ્રોલરૂમના નંબર મેળવી હાથ ઉપર રાખવા. તથા ઉપર વાસમાં ભારે વરસાદના સંજોગોમાં તેઓ સાથે સતત સંપર્કમાં રહી જરૂરી પગલા સમયસર લઇ શકાય. તે માટે કાર્યવાહી કરવા જણાવ્યુ.
       ઉપરવાસના  તાલુકાઓ ના સંપર્ક નંબરો મેળવી પ્રાંત અધિકારીશ્રી ખેડબ્રહ્મા અને મામલતદારશ્રી પોશીના અને ખેડબ્રહમાએ આ નંબરોની ચકાસણી કરી કંટ્રોલ રૂમ ખાતે મોકલી આપવાના રહેશે તથા સંભવિત પુર વિસ્તારોના કેચમેન્ટ એરિયાના વરસાદના આંકડા દરરોજ મેળવી લેવા અધ્યક્ષશ્રીએ સુચના આપી .૯- ઝાડ હટાવવા બાબતે માર્ગ-મકાન વિભાગ,નગરપાલિકા અને વન વિભાગે સંયુક્ત રીતે સંકલન રાખી કામગીરી કરવાની રહેશે.૧૦- નગરપાલિકાએ શહેરી વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે પુનસ્થાપનની કામગીરી કરવાની રહેશે,પ્રિ મોન્સુન કામગીરી માં કેનાલ સફાઈ,જર્જરિત મકાનો ઉતરાવી લેવા,ભયજનક હોર્ડીન્ગ્સ ઉતારી લેવા જેવી અગત્યની કામગીરી  સમયસર પૂર્ણ કરવી તથા સદર કામગીરી પૂર્ણ થયાનું પ્રમાણપત્ર જેતે લાયઝન અધિકારીશ્રીઓએ મોકલી આપવાનું રહેશે.૧૧-રેલ્વે વિભાગે ગત વર્ષ ના અનુભવોને ધ્યાને રાખી અન્ડરબ્રીઝ પાણી ના ભરાય તે તકેદારી રાખવી ૧૨-GSDMA  ધ્વારા તાલીમ પામેલા આપદામિત્રો નો ડીઝાસ્ટર ના સમયે કામગીરી માં લેવા સુચના આપવામાં આવી ૧૩ જીલ્લા કક્ષાએ તૈયાર કરવામાં આવેલ ડીડીએમપી ની  સમીક્ષા કરવામાં આવી  ૧૪  GSDMA ના વેબ પોર્ટલ પર TDMP -VDMP અને CDMP અપડેટ કરવા તાકીદ કરવામાં આવી ૧૫ મીટીંગ માં BSNL ,INDUSTRIAL SAFETY ,RTO, GETCO, NHAI-ફોરેસ્ટ ,GIDC  જેવા વિભાગો ગેરહાજર હોવાથી નોટીસ આપી ખુલાસો માગવાની સુચના આપવામાં આવી હતી
મીટીંગ માં જિલ્લા વિકાસ અધિકારી ,અધિક કલેકટર સાબરકાંઠા ,મામલતદાર ડીઝાસ્ટર ,ડીપીઓ ડીઝાસ્ટર(GSDMA),અને ડીઝાસ્ટર શાખાના નાયબ મામલતદાર હાજર રહ્યા હતા 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.