તબિયત વધારે લથડતા હાર્દિક પટેલને સોલા સિવિલમાં ખસેડાયો

 તબિયત વધારે લથડતા હાર્દિક પટેલને સોલા સિવિલમાં ખસેડાયો
 
 
અમદાવાદ
પાટીદાર સમુદાય માટે અનામતની માંગ અને ખેડૂતોની દેવા માફીની માંગણી આમરણંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલની તબિયત આજે વધારે બગડ્યા બાદ હાર્દિકને તાબડતોડ સોલા સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો અને આઈસીયુમાં સારવાર શરૂ થઇ હતી. બીજી બાજુ હાર્દિક પટેલને વધુ સારવાર માટે બેંગ્લોર ખસેડવાને લઇને પણ ચર્ચા થઇ છે. હાર્દિકને કિડનીમાં ઇન્ફેક્શન હોવાની વિગત સપાટી ઉપર આવી છે. હાર્દિકના આમરણાંત ઉપવાસના આજે ૧૪માં દિવસે તેની તબિયત વધારે લથડી હતી. હાર્દિક પટેલના ઉપવાસના ૧૪માં દિવસે આખરે તેની તબિયત લથડી જતાં તેને તાબડતોબ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો અને એમઆઇસીયુ વોર્ડમાં બેડ નં-૩ પર તેની અરજન્ટ સારવાર શરૂ કરવામાં આવી હતી. આજે બપોરે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સાથે મહ્‌તવપૂર્ણ મંત્રણા અને ચર્ચાના અડધા કલાક બાદ બપોરે ૩-૧૫ મિનિટે હાર્દિકને શ્વાસ લેવામાં તકલીફ પડતા અને તેની Âસ્થતિ ગંભીર બનતાં તેને આઇસીયુ ઓન વ્હીલ મારફતે તાત્કાલિક સોલા સિવિલ હોÂસ્પટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.