ભાજપને આજે આમંત્રણ પત્ર રજુ કરવા સુપ્રીમનો આદેશ

નવી દિલ્હી : મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડનવીસના નેતૃત્વમાં ભાજપ સરકાર એનસીપીના સમર્થનથી બની ચુકી છે પરંતુ હજુ પણ સરકારની રચનાને લઈને અનેક વાંધાઓ સપાટી પર આવી રહ્યા છે. સરકાર રચવાને લઈને મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ચુક્યો છે. સુપ્રીમ કોર્ટમાં આજે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડનવીસના શપથગ્રહણને પડકાર ફેંકીને દાખલ કરવામાં આવેલી શિવસેના-કોંગ્રેસની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોંગ્રેસ-શિવસેના-એનસીપી દ્વારા વિરોધ કરીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી ચુકી છે. હવે આગામી સુનાવણી સોમવારના દિવસે સવારે ૧૦.૩૦ વાગે હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરતી વેળા આજે અંતે કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર સરકાર, દેવેન્દ્ર ફડનવીસ અને અજીત પવારને નોટીસ ફટકારી હતી. કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને આવતીકાલે સોમવાર ના દિવસે રાજ્યપાલના એ પત્રને કોર્ટમાં રજુ કરવા માટે આદેશ કર્યો છે. જેમાં રાષ્ટ્રપતિ શાસન દુર કરવા અને દેવેન્દ્ર ફડનવીસને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. કોર્ટે મહેતાની એવી અપીલને ફગાવી દીધી હતી જેમાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીના પત્રોને કોર્ટમાં રજુ કરવા માટે બે દિવસની મહેતલ માંગવામાં આવી હતી. શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો છે કે, તેમની પાસે મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમતી છે. જા દેવેન્દ્ર ફડનવીસની પાસે બહુમતી છે તો તેમને ગૃહમાં સંખ્યાબળ સાબિત કરવાની સુચના આપવી જાઈએ. ત્રણેય પક્ષોએ એમ પણ કહ્યું છે કે, લોકશાહીની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. લોકશાહીની હત્યા કરવામાં આવી છે. એનસીપીના ૪૧ ધારાસભ્ય ભાજપની સાથે ન હોવા છતાં સરકાર બનાવવાની મંજુરી આપી દેવામાં આવી છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.