બનાસકાંઠાના એક ઉચ્ચ અધિકારીએ પોતાના પુત્રોને સરકારી શાળામાં ભણાવ્યા

બનાસકાંઠામાં સરકારી શાળાઓમાં ભણતા બાળકોનું શિક્ષણસ્તર ખાનગી શાળાઓની સરખામણીમાં નીચું છે જેની પાછળ શિક્ષકો સરકારનાં ઉત્સવો સાથે વાલીઓની જાગૃતતાના અભાવ હોવાનું માની રહ્યાં છે ત્યારે સાંભળીયે બનાસકાંઠા જીલ્લામાં સરકારી શાળાઓમાં શિક્ષકોની વાત અને શિક્ષણ અધિકારીની વાત..
રાજ્યમાં સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર ઘટી રહ્યું છે જ્યારે ખાનગી સ્કૂલોમાં શિક્ષણની ગુણવત્તા ખૂબ સારી છે. સરકારી શાળાઓના શિક્ષકો તગડો પગાર લઈ રહ્યા છે એની સામે ખાનગી શાળાઓમાં શિક્ષકોને નજીવો પગાર અપાય છે તેમ છતાં સરકારી શાળા કરતાં ખાનગી શાળા નું પરિણામ ખૂબ સારું આવે છે.સરકારી શાળા નાં શિક્ષકો નાં ૪૦ થી ૫૦ હજાર જેટલી મોટી રકમનાં પગાર હોવાં છતા શિક્ષણમા કોઇક રસ દાખવતા નથી, જોકે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને પુછતા જણાવ્યું હતું કે, સરકારી શાળામાં મોટે ભાગે ગરીબ લોકોના બાળકો ભણતા હોય છે તેમને ટ્યુશન મળતું નથી તેમજ વાલીઓ દ્વારા પણ પૂરી દરકાર લેવાતી ન હોવાથી સરકારી શાળાના શિક્ષણનું સ્તર નીચું છે. જોકે ડીસાના દામાં ઠાકોરવાસની સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય મીનાબેન નાયીને પૂછતાં તેમના પોતાના સંતાનો ખાનગી શાળામાં ભણાવતા હોવાનું જણાવ્યું હતું અને સરકારી ઉત્સવનાં કારણે પણ શિક્ષણમાં ધ્યાન આપી સકાતૂ નથી.
બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડા. દિપક દરજી બનાસકાંઠા જિલ્લામાં ૨૩૫૦થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ આવેલી છે. જેમાં ચાર લાખ દસ હજાર બાળકો અભ્યાસ કરે છે અને ૧૪ હજારથી વધુ શિક્ષકો ફરજ બજાવે છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સરકારના ગુણોત્સવ જેવા પ્રયાસો ને લઇ સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધરી રહી હોવાનું જણાવી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ છેલ્લા બે વર્ષમાં ૬૦ હજારથી વધુ બાળકોએ ખાનગી શાળાઓ છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. પ્રાથમિક શિક્ષણાધિકારી પોતાના સંતાનોને સરકારી શાળામાં ભણાવી ચૂક્યા છે અને અન્ય શિક્ષકો પણ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં જ ભણાવે તેઓ આગ્રહ રાખી રહ્યા છે.
બનાસકાંઠામા બાળકોને ગમત સાથે શિક્ષણ આપવા શાળામાં એક શિક્ષક વિધાર્થીઓ આગળ નાચી રહ્યાંનો વિડીયો પણ વાઇરલ થયો હતો. જેનો હેતુ શિક્ષણને સુધારવાનો હતો. જોકે સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં વધુને વધુ બાળકો પ્રવેશ મેળવે તે માટે પ્રવેશોત્સવ તેમજ શિક્ષકોમાં શિક્ષણની ગુણવત્તા સુધરે તે માટે ગુણોત્સવ જેવા કાર્યક્રમો કરાય છે. પરંતુ જ્યાં સુધી સરકારી અધિકારીઓ કે શિક્ષકોના બાળકોને સરકારી શાળામાં ભણાવાની માનસિકતા નહીં કહેવાય ત્યાં સુધી ખાનગી શાળાઓનો દબદબો ચાલુ રહેશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.