ડોક્ટર્સની સલાહ વિના પેઈન કિલર લેતા લોકો માટે ચેતવા જેવું, બાળકીને આવ્યું રિએક્શન, આંખ-મોં ચોંટી ગયા અને આગ જેવું બળવા લાગ્યું શરીર

ઈંગ્લેન્ડમાં 10 વર્ષની એક બાળકીએ દુખાવાની દવા ખાતા એક ભયંકર દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ છે. દવાના કારણે બાળકીનું 65 ટકા શરીર એવું બળી ગયું, જાણે તે કોઈ આગની ઝપેટમાં આવી ગઈ હોય. તેનું મોં અને આંખોમાં અજીબ પ્રકારનું પ્રવાહી ભરાઈ જતા તે ચોંટી ગઈ હતી. બાળકીની હાલત ડોક્ટર્સની પણ સમજની બહાર હતી. તેમને લાગ્યું હતું કે, એક રાત પણ કાઢવી મુશ્કેલ છે. જો કે, ગણી તપાસ બાદ બાળકીને પેઈન કિલર દવાથી એલર્જી હોવાની વાત સામે આવી છે. આ ઘટનાને એક વર્ષ થઈ ચૂક્યું છે, પરંતુ બાળકી હજું પણ એ રિક્શનમાંથી બહાર આવી શકી નથી.
 
એસેક્સમાં રહેતી 10 વર્ષની એલેક્સા કેસ્પેલ ટ્રાઈજેમિનલ ન્યૂરોલ્જિયા એટલે કે નસોમાં દુખાવાની તકલીફ સામે લડી રહી હતી. એટલા માટે ડોક્ટર્સે તેને દુખાવાની દવા એનાલ્જેસિક લેવા માટે આપી.
દવા લેતા જ જેવો દુખાવો અને ખેંચ ઓછી થવાની શરૂ થઈ, એમ પણ તેના શરીરમાં ઠેર-ઠેર ડાઘા દેખાવા લાગ્યા હતા. તેના કાન, ડોક અને ચહરાની આસપાસનો ભાગ ભયંકર રીતે બળી રહ્યો હતો.
એલેક્સાએ જણાવ્યું કે, એવું લાગી રહ્યું હતું કે, જાણે કોઈ ચહેરાને કાપી રહ્યું છે. અળાઈઓ અને ડાઘા વધી રહ્યા હતા અને સમજવું અઘરું બની ગયું હતું કે આખરે થઈ શું રહ્યું છે.
બાળકીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી. પણ ડોક્ટર્સ પણ તેની સ્થિતિ પહેલા સમજી ના શક્યા. ત્યારબાદ એલેક્સાની માતા કજમિરાએ પુત્રીની તસવીર અન્ય હોસ્પિટલ્સમાં ઈમેલ કરીને તપાસ માટે પૂછ્યું.
કજમિરાએ જણાવ્યું કે, હોસ્પિટલ્સ તરફથી આવેલા જવાબોથી તે વધારે ગુસ્સામાં આવી ગઈ. એક હોસ્પિટલે તો તેને એમ પણ કહ્યું હતું કે, આ સ્થિતિ દાદરના કારણ બની રહી છે.
 
 
ડોક્ટર્સને ગણા સમય બાદ ખબર પડી કે આ દવાના રિએક્શનના કારણે થયું હતું. તેમણે કહ્યું કે, દવાની એલર્જીના કારણે બાળકી સ્ટીવેન્સ જોનસન્સ સિન્ડ્રોમનો શિકાર બની અને તેના કારણે તેની હાલત આવી થઈ ગઈ છે.
એલેક્સાને બર્ન યુનિટમાં શિફ્ટ કરી દેવામાં આવી હતી. તેના માથાના વાળ કાઢી નાખવામાં આવ્યા હતા અને તેના પર ફોઈલ ચઢાવી દેવામાં આવ્યું હતું. ડોક્ટર્સે કહ્યું હતું કે, તેના માટે રાત કાઢવી પણ મુશ્કેલ છે.
 
 આ બધું થયા છતાં પણ બાળકી જિંદગી માટે લડતી રહી. ડોક્ટર્સે તેને બેભાન હાલતમાં જ રાખી હતી. લગભગ 2 અઠવાડિયા બાદ આખરે તેણે આંખો ખોલી. રિએક્શનના કારણે તેનું મોં અને આંખોમાં વિચિત્ર પ્રવાહીના કારણે બંધ થઈ ગઈ હતી.
બાળકી જ્યારે ભાનમાં આવી તો તે યાદશક્તિ ગુમાવી બેઠી હતી. તેના દરેક નાનામાં નાનું કામ ફરી વાર શીખવું પડી રહ્યું હતું. લગભગ 6 અઠવાડિયા સુધી તે હોસ્પિટલમાં જ રહી અને બધું બીજીવાર શીખતી રહી.
ડિસ્ચાર્જ થયા બાજ જ્યારે વર્ષ પછી પણ એલેક્સા રિએક્શનની તેના પર થયેલી ખરાબ અસરથી બહાર આવી શકી નથી. તેને સાંભળવા, ચાલવા અને ખોરાક લેવા જેવા દરેક કામમાં આજે પણ તકલીફ પડી રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.