બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અમિત ચાવડા ની મુલાકાત અંગે અંધારામાં રખાયા હોવાનો જીલ્લા પ્રમુખ સામે આક્ષેપ

ક્ષત્રિય ઠાકોર સેનાના અઘ્યક્ષ અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ની સાથે સતત પછાડયા ની જેમ રહેતા બાયડ ના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અલ્પેશ ઠાકોરના સમર્થનમાં હોવાના અને કોંગ્રેસ પક્ષ સતત તેમની અવગણના કરતો હોવાનો રાગ આલોપતા ધવલસિંહ ઝાલા શનિવારે અરવલ્લી જીલ્લાની મુલાકાતે આવેલા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની મુલાકાત સમયે સૂચક ગેરહાજરી થી રાજકારણ ગરમાયુ હતું ત્યારે ધવલસિંહ ઝાલાએ જીલ્લા પ્રમુખ કમલેન્દ્રસિંહ રહેવર દ્વારા તેમને કોંગ્રેસના તમામ કાર્યક્રમો થી દૂર રાખતા હોવાનો બળાપો ઠાલવ્યો હતો
 
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ અરવલ્લી જીલ્લા પ્રમુખ કમલેન્દ્રસિંહ  રહેવર સામે સનસનાટી મચાવતો આક્ષેપ મૂકી જણાવ્યું હતું કે જીલ્લા પ્રમુખ કમલેન્દ્ર સિંહ કોંગ્રેસ પક્ષમાં મારી છબી ખરાબ કરવાનું અને મારી પ્રગતિ અટકે તે માટે બદનામી કરવાનું કામ કરી રહ્યા છે અને ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી કોંગ્રેસ પક્ષના કોઈપણ જીલ્લા કક્ષાના કાર્યક્રમમાં મારી બાદબાકી કરવા અને હું હાજરી ના આપી શકું તે માટેની વર્તણુક કરવામાં આવી છે અને આ અંગે પાર્ટી ઓફિસમાં પણ જાણ કરવામાં આવી છે અને કાર્યક્રમમાં હું હાજર ના રહી શકું તે માટે કાર્યક્રમના બે કલાક પહેલા જાણ કરવામાં આવતી હોવાનો સનસનાટી ભર્યો આક્ષેપ જીલ્લા પ્રમુખ કમલેન્દ્ર સિંહ સામે કરતા આગામી સમયમાં જીલ્લા કોંગ્રેસના રાજકારણમાં કંઈ નવાજુની થવાના એંધાણ વર્તાયા હતા
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.