સીબીઆઈએ આખી રાત ચિદમ્બરમની પૂછપરછ કરી, આજે જ્યુડિશિયલ કસ્ટડીની માંગ કરાય તેવી શક્યતા

પૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમની સીબીઆઈએ ધરપકડ કરી લીધી છે. INX મીડિયા કેસમાં સીબીઆઈ અને ઈડી તેમને શોધી રહી હતી. આ તપાસ અંદાજે 30 કલાક પછી પૂરી થઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીબીઆઈ હેડ ક્વાર્ટરમાં આખી રાત ચીદમ્બરમની પૂછપરછ કરવામાં આવી હતી અને ગુરુવારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી પણ આજે પ્રેસ કોન્ફરન્સ કરવાની છે.
પી. ચિદમ્બરમને આજે બપોરે 2 વાગ્યા પછી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સીબીઆઈ આજે સાઉથ રેવન્યુ કોર્ટમાં પૂર્વ ગૃહમંત્રીને રજૂ કરશે. આઈએનએક્સ મીડિયા કેસમાં ધરપકડ પછી સીબીઆઈ તેમની જ્યુડિશિયલ કસ્ટડી માંગે તેવી શક્યતા છે.
આ અગાઉ દિવસ દરમિયાન સુપ્રીમકોર્ટમાં 12 વરિષ્ઠ વકીલોની ફોજ મોકલવા છતાં ચિદમ્બરમ ધરપકડથી વચગાળાની રાહત મેળવી શક્યા નહોતા. અંદાજે 30 કલાક અન્ડરગ્રાઉન્ડ રહ્યા બાદ તેઓ બુધવારે રાત્રે 8.10 વાગ્યે એકાએક કોંગ્રેસ વડામથકે પ્રેસ કોન્ફરન્સ કરવા પહોંચી ગયા. તેમણે દાવો કર્યો કે આઇએનએક્સ મીડિયા કેસમાં તેમણે અને તેમના પુત્રએ કોઇ ગુનો કર્યો નથી. તેમની સામે કોઇ આરોપ નથી. ચિદમ્બરમ કોંગ્રેસ વડામથકે દસેક મિનિટ સુધી રહ્યા. સીબીઆઇ અને ઇડીની ટીમો ત્યાં પહોંચે તે પહેલાં તેઓ ઘેર જવા નીકળી ગયા. તે પછી સીબીઆઇ અને ઇડીની ટીમો તેમના ઘરે પહોંચી. ત્યાં લગભગ બે કલાકના ડ્રામા બાદ તેમની ધરપકડ કરાઇ.આ દરમિયાન ઘરની બહાર ચિદમ્બરમના સમર્થકો નારાબાજી કરતા રહ્યા. ચિદમ્બરમને આખી રાત સીબીઆઇ હેડક્વાર્ટર ખાતે રખાયા બાદ ગુરુવારે સવારે સીબીઆઇ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માગવામાં આવશે. અગાઉ ચિદમ્બરમને વિદેશ ભાગતા રોકવા સીબીઆઇ અને ઇડીએ તેમની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ જારી કરી હતી. નોંધનીય છે કે આઇએનએક્સ મીડિયા કેસમાં દિલ્હી હાઇકોર્ટે મંગળવારે ચિદમ્બરમની આગોતરા જામીન અરજી ફગાવતાં કહ્યું હતું કે તેમને કસ્ટડીમાં લઇને પૂછપરછ જરૂરી છે. સીબીઆઇ અને ઇડીની ટીમો તેમની ધરપકડ કરવા પહોંચી હતી તો તેઓ ઘરમાં નહોતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.