ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સામે ધારાસભ્ય દ્વારા ગેરરીતિના ગંભીર આક્ષેપો : મુખ્યમંત્રી તેમજ લાંચ રૂશ્વત બ્યુરોમાં લેખિત ફરિયાદ કરતા ખળભળાટ

પાટણના સક્રીય ધારાસભ્ય અને હેમચંદ્રાચાર્ય ઉ.ગુ.યુનિ.ના સેનેટ ડો.કિરીટભાઈ પટેલે ઉ.ગુ.યુનિવર્સિટીના કુલપતિ દ્વારા ગેરરીતીઓ આચરી હોવાની રાજ્યના મુખ્યમંત્રી તેમજ લાંચ રૂશ્વત બ્યુરો (પાટણ)ના પોલીસ ઈન્સ્પેક્ટર સમક્ષ લેખીત રજુઆત  કરતાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ખળભળાટ મચી ગયો છે.
પાટણ ખાતે કાર્યરત હેમચંદ્રાચાર્ય ઉ.ગુ.યુનિવર્સિટીના વિવાદા સ્પદ કુલપતિ પ્રો.બી.એ. પ્રજાપતિ દ્વારા વ્યાપક પ્રમાણમાં ગેરરીતિઓ આચરાઈ હોવાની પાટણ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ડો.કિરીટભાઈ પટેલ દ્વારા લેખીત રજુઆત કરાઈ છે. ધારાસભ્યના જણાવ્યા અનુસાર હેમચંદ્રાચાર્ય ઉ.ગુ.યુનિ. એ ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા કાયદાથી અમલમાં આવેલ અને સરકાર તરફથી મળતા આર્થિક અનુદાનથી ચાલતી ગુજરાત સરકારની સ્વાયત સંસ્થા છે. રાજ્ય સરકારે યુનિવર્સિટી એક્ટની જાગવાઈ મુજબ પ્રોફેસર બી.એ.પ્રજાપતિની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે ત્રણ વર્ષ માટે નિમણુંક કરી હતી. તા.ર૦/૧ર/ર૦૧૬ ના રોજ કુલપતિ તરીકે હાજર થયેલા કુલપતિ ડો.બી.એ.પ્રજાપતીએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના આર્કિટેક વિભાગમાં ર૦૧૭ માં જાહેરાત ક્રમાંક ૧૭/ર૦૧૭ થી જાહેરાત આપી પોતાના પુત્ર મયુરકુમાર બાબુલાલ પ્રજાપતિની એસ.ઈ.બી.સી.ની સીટ પર કાયમી અધ્યાપક તરીકે રૂપિયા ૧પ,૬૦૦ - ૩૭,૪૦૦ ના બેઝિક પગારમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે  નિમણુંક કરી  સત્તાનો દુરઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ ધારાસભ્યએ કર્યો છે. આ ભરતી પ્રક્રીયામાં  ઈન્ટરવ્યું માટે કુલ - ૮૮ ઉમેદવાર હતા જેમાંથી પોતાના પુત્રના ઈન્ટરવ્યું સમયે કુલપતિ થોડીક મીનીટો માટે બહાર ગયેલ અને તે અંગેની નોંધ તેઓના સ્વહસ્તાક્ષરમાં ઈન્ટરવ્યું પુર્ણ થયા ત્યારે ઉમેદવારોના વરણી સમિતિના અહેવાલ પર કરેલ છે. તેમાં ડો.બી.એ. પ્રજાપતિના કહેવા મુજબ તેઓ પોતાના પુત્રના ઈન્ટરવ્યું સમયે તથા ઈન્ટરવ્યુંમાં ઉમેદવાર પસંદ કરવાના આખરી નિર્ણય સમયે ઉપÂસ્થત રહ્યા નથી જેના સમર્થનમાં તેમના સિવાય અન્ય કોઈની સહી જણાતી નથી. તથા પસંદ કરેલા ઉમેદવારોના નામ જે પત્ર પર લખ્યા છે તે પત્ર કુલપતિ ડો.બી.એ.પ્રજાપતિના સ્વહસ્તાક્ષરના જણાય છે. આમ ઈન્ટરવ્યુંમાં તેઓ હાજર રહ્યા નથી તેવો દેખાવ કરી પોતાના પુત્રની નિમુણુંક કરી પોતાની સત્તાનો દુરઉપયોગ કરી ગેરરીતિ આચરી છે.
ધારાસભ્યએ વધુમાં તેમની ફરિયાદમાં જણાવ્યું છે કે ગુજરાત સરકારના ઠરાવ ક્રમાંક અશય/૧૧૯૪/ખ-૧૦૯/અ, ૧૯૯પ તથા ત્યારબાદ પરિપત્રો જાતાં સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકોને ર૭% અનામતનો લાભ લેવા માટે નોન ક્રિમીલીયરનું પ્રમાણપત્ર શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે અને સરકારી નોકરીની ભરતીમાં એસ.ઈ.બી.સી. તરીકે લાભ લેવા માટે આપવું ફરજીયાત છે આ પ્રમાણપત્ર પરિવારની વાર્ષિક આવક મર્યાદાને ધ્યાનમાં રાખી આપવામાં આવે છે. ડો.બી.એ.પ્રજાપતિનો પગાર તથા તેમના પુત્રનો પગાર આ આવક મર્યાદાથી ખુબજ વધારે છે તો તેઓએ એસ.ઈ.બી.સી. કેટેગરીનો ખોટો લાભ લઈ આ કેટેગરીમાં આવતા નોન ક્રિમીલીયર વાળા એસ.ઈ.બી.સી.ના ઉમેદવારને નુક્શાન પહોંચાડી ગેરરીતિ  આચરેલ છે. ચાલુ વર્ષે બી.એડમાં અંદાજે પ૬૦૦ સીટો હતી જે માટે ૧૩૭૦૦ વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભર્યા હતા. ઓનલાઈન પ્રવેશમાં વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં જ ફી ભરવાની હતી જેથી સંચાલકો વધુ ફી ઉઘરાવી શકે તેમ ન હતા આથી કુલપતિએ પ્રવેશ ઈચ્છતા વિદ્યાર્થીઓને પ્રથમ અને બીજા રાઉન્ડમાં ખુબજ ટુંકો સમય આપી માત્ર યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર તેની વિગતો મુકી વિદ્યાર્થીઓને જાણ ન થાય તેવા પ્રયાસો કરેલા અને તેમાં સફળ રહેલા. ૧૩૭૦૦ અરજીઓમાંથી પ૬૦૦ પ્રવેશની સીટો સામે માત્ર ર૦૮૯ વિદ્યાર્થીઓએ જ ઓનલાઈન પ્રવેશ લીધો હતો બાકી વધેલી અંદાજે ૩૬૦૦ સીટો કોલેજ સંચાલકોને પોતાની રીતે મેરિટના આધારે ભરવી તેવી સુચના આપી પ્રવેશ પ્રક્રિયામાંથી પોતાના હાથ ઉંચા કરી ગુજરાત સરકારના વર્ષ ર૦૧પ ના નિયમોનો છેદ ઉડાડી ખાલી પડેલી ૩પ૧૧ સીટો અગાઉ આવેલ ૧૩૭૦૦ ફોર્મમાંથી જે બાકી ૧૧પ૦૦ ફોર્મસ વધ્યા હતા
આભાર - નિહારીકા રવિયા  તે વિદ્યાર્થીઓને જેતે કોલેજમાં જઈ સંચાલકોએ જે પૈસા માગ્યા તે પૈસા આપી પ્રવેશ લેવા પડ્યા હતા. સામાન્ય રીતે બી.એડ ની ફી રૂ.૭૦,૦૦૦/- છે જેની સામે વિદ્યાર્થીઓએ રૂ.૧,પ૦,૦૦૦/- સુધીની ફી ચુકવવી પડી હોય તેવી ફરીયાદો મૌખિક સ્વરૂપે મળેલ છે આ અભ્યાસમાં ઈન્ટર્નલ માર્કસ આપવાની સત્તા કોલેજની હોય છે આથી વિદ્યાર્થીઓ માર્કસ ઓછા મળવાની બીકે કોઈ નક્કર સાબીતી આાપી શકતા નથી. વધુમાં સમગ્ર કૌભાંડનો ઘણોદરડા કોલેજના સંચાલક રમેશભાઈ પ્રજાપતિને પુછેલ કે તમે ચાલુ વર્ષે કુલપતિને કેટલા પૈસા આપ્યા ? ત્યારે તેઓએ રૂ.૧,પ૦,૦૦૦/- આપ્યાની કબુલાત કરેલી જેની ઓડીયો ક્લીપ ધારાસભ્યએ પુરાવા રૂપે લાંચ રૂસ્વત બ્યુરો તેમજ મુખ્યમંત્રીને મોકલી આપેલ છે. આ ફરીયાદના પગલે ઉ.ગુ.યુનિ.માં ખળભળાટ મચી ગયો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.