બર્થ-ડે પહેલાં 5 હજાર ઉધાર ન આપ્યા તો કરી દીધી હત્યા

જલંધર: આખો દિવસ વ્યસ્ત રહેતા બજાર ખિંગરા ગેટ પાસે બુધવારે બપોરે 26 વર્ષના પંકજ ઉર્ફે પંકૂએ કૃષ્ણા ટેલિકોમના માલિક વિકાસ રાજપાલના 15 વર્ષના દીકરા સિદ્ધાર્થ ઉર્ફે વાસુની ચપ્પુ મારીને હત્યા કરી દીધી હતી. હત્યાનું કારણ પંકજને રૂ. 5,000 ન આપવાનું હતું. બીજી બાજુ મોડી સાંજે પોલીસ પૂછપરછમાં પંકજે કબૂલ્યું છે કે, દુકાન પર વાસુએ તેને અપશબ્દો કહ્યા તેથી તેણે ચપ્પાથી વાસુ ઉપર હુમલો કરી દીધો હતો. આરોપીની મોડી સાંજે ધરપકડ કરી લેવામાં આવી છે.
 
વાસુ 10મા ધોરણમાં ભણતો હતો. સ્કૂલમાં ઈદની રજા હતી, તેના પિતા ટૂર પર ગયા હતા તેથી તે દુકાને આવી ગયો હતો. બપોરે સવા બે વાગે વાસુની ચપ્પુ મારીને હત્યા કરવામાં આવી હોવાથી સમગ્ર વિસ્તારમાં ભયનું માહોલ છવાઈ ગયું હતું.
 
દીકરાને ચપ્પુ માર્યાની વાત મા વંદનાને ખબર પડતાં તે દોડીને દુકાને પહોંચી હતી. ત્યાં વાસુનું લોહીથી ફેલાયેલું હતું. આજુ-બાજુના લોકોથી ખબર પડી કે દીકરાને હોસ્પિટલ લઈ ગયા છે. માની સામે વાસુ તડપી રહ્યો હતો તેને જોઈ વંદના ભાંગી પડી હતી. પાલ હોસ્પિટલથી વાસુને સત્યમ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. દીકરાના મોતની વાત સાંભળીને માતાએ કહ્યું કે, હું પણ વાસુ વગર નહીં જીવી શકું. મને પણ મારી દો.
 
રાજપાલના બે દીકરા હતા વાસુ અને પારસ. વાસુનો જન્મ 30 ઓગસ્ટ 2003માં થયો હતો. 8 દિવસ પછી તેનો 16મો બર્થ-ડે આવવાનો હતો. પિતાએ કહ્યું- મે વાસુને કહ્યું હતું કે, તારો બર્થ-ડે આવે છે તો તને શોપિંગ કરાવી દઉં. તું તાપી પસંદના કપડાં ખરીદી લે. ત્યારે વાસુએ કહ્યું હતું કે, તે બર્થ-ડેના દિવસે જ કપડાંનું શોપિંગ કરશે. અમને નહતી ખબર કે હવે આ દિવસ કદી આવશે જ નહી.
 
હત્યાના આરોપી પંકૂએ સ્વીકાર્યું કે તે વાસુ પાસે ઉધાર પૈસા લેવા ગયો હતો. પંકૂએ કહ્યું કે, તે જ્યારે વાસુ પાસે પૈસા માંગવા ગયો ત્યારે તે ગાળો બોલવા લાગ્યો હતો. આરોપીએ એવું પણ કહ્યું કે, તે પોતે ચપ્પુ લઈને નહતો ગયો. ચપ્પુ દુકાનમાં જ પડ્યું હતું. ગુસ્સામાં આવીને તેણે વાસુ પર હુમલો કરી દીધો હતો. જોકે પોલીસ આરોપીની વાત સાથે સહમત નથી. આરોપીએ હથિયાર ક્યાં છુપાવ્યું છે તે વિશે હજુ તેણે કોઈ ખુલાસો કર્યો નથી. પોલીસના મત પ્રમાણે લૂંટના ઈરાદાથી વાસુની હત્યા કરવામાં આવી છે. પોલીસને શંકા છે કે, તેણે જ કેશ કાઉન્ટર પરથી પૈસા ગાયબ કર્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.