સંઘર્ષ કરીરહેલા કેરળમાં સ્થિતિમાં હવે આંશિક સુધારો : રાહત કામગીરી ઝપડી કરવામાં આવી.

 
 
કેરળ પુર : સ્થિતિમાં આંશિક સુધારો થતાં રાહત કાર્ય તીવ્ર તમામ ૧૪ જિલ્લામાંથી રેડએલર્ટ દૂર કરાતા મોટી રાહત : મે મહિના બાદથી મોતનો આંકડો વધીને ૩૭૦ અને ૯મી ઓગસ્ટ બાદથી મોતનો આંકડો ૧૯૬થી ઉપર : છ લાખથી વધુ લોકો હજુ પણ રાહત કેમ્પમાં કોચી, તા.૧૯ : અભૂતપૂર્વ પુર અને ભારે વરસાદ વચ્ચે સંઘર્ષ કરીરહેલા કેરળમાં  સ્થિતિમાં હવે આંશિક સુધારો થયો છે. શુક્રવાર અને શનિવારના દિવસે વરસાદની ગતિ ધીમી થયા બાદ બચાવ અને રાહત કામગીરી તીવ્ર કરી દેવામાં આવી છે. સરકારે પ્રદેશના તમામ ૧૪ જિલ્લામાંથી રેડએલર્ટ દૂર કરી દેવામાં અકીલા આવ્યું છે. ૯મી ઓગસ્ટ બાદ પ્રથમ વખત રેડએલર્ટને દૂર  કરવાનો નિર્ણય કરાયો છે. રાહત કામગીરી ઝપડી કરવામાં આવી છે. બીજી બાજુ અભૂતપૂર્વ પુર અને જળપ્રલય વચ્ચે મોતનો આંકડો વધીને ૩૭૨ સુધી પહોંચી ગયો  છે. આજે વધુ બે લોકોના મોત થઇ ગયા હતા. ઇર્નાકુલમ, ત્રિસુર અને અલપ્પુઝામાં સૌથી વધુ અસર થઇ છે. અલુઆ, ચાલકુડી, ચેનગન્નુર, પથનમથિટ્ટામાં સૌથીવધુ કફોડી હાલત થઇ છે. હાલમાં રાહત કેમ્પમાં રહેતા લોકોની સંખ્યા ૬૬૧૮૮૭ છે જે ૩૪૬૬ રાહત કેમ્પમાં છે. ૯મી ઓગસ્ટ બાદથી મોતનો આંકડો ૧૯૬ સુધી પહોંચી ગયો છે.  પુરની વિકટ સ્થિતી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે કેરળ પહોંચીને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી અને પુરની સ્થિતી અંગે પુરતીમાહિતી મેળવી હતી. પુરગ્રસ્ત કેરળ માટે મોદીએ ૫૦૦ કરોડની સહાયની જાહેરાત કરી હતી. પ્રદેશના પ્રવાસે પહોંચેલા મોદીએ ૫૦૦ કરોડની સહાયતાની જાહેરાત કરી ત્યારે કેરળના મુખ્યમંત્રી પી.વિજયને ૨૦૦૦ કરોડ રૂપિયાના નુકસાનની વાત કરી હતી. ૫૦૦ કરોડ પહેલા ૧૦૦ કરોડની સહાયતા ગૃહ મંત્રી રાજનાથસિંહ દ્વારા કરવામાં આવી ચુકી છે. આની સાથે જ કેન્દ્ર તરફથી હજુ સુધી ૬૦૦ કરોડ રૂપિયાની સહાયતા આપવામાં આવી ચુકી છે. યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.