દરિયાઇ માર્ગે આતંકીઓની ઘુસણખોરી : હાઈ એલર્ટ

અમદાવાદ : દક્ષિણ ભારત બાદ હવે પશ્ચિમી દરિયાકાંઠાથી પણ પાકિસ્તાની નાપાક હરકત થવાના સંકેત મળ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા કંડલા અને મુંદ્રા બંદરો સહિત ગુજરાતના કચ્છ જિલ્લાના તમામ ચાવીરુપ સ્થળ ઉપર સુરક્ષા વ્યવસ્થા અભૂતપૂર્વ કરવામાં આવી છે. ગુજરાતમાં કંડલા બંદરની નજીક પાકિસ્તાની કમાન્ડો અને આતંકવાદીઓ ઘુસણખોરી કરીને હુમલાને અંજામ આપી શકે છે તેવા અહેવાલ આવી ચુક્યા છે. આ પહેલા પણ ભારતીય નૌકા સેનાએ કચ્છના રસ્તે પાકિસ્તાન તરફથી ત્રાસવાદી કાવતરાને લઇને એલર્ટની જાહેરાત કરી હતી. શ્રીલંકાના રસ્તે તોઇબાના કેટલાક આતંકવાદીઓની ઘુસણખોરીને લઇને સુરક્ષા સંસ્થાઓ પહેલાથી જ એલર્ટ પર છે. એવા અહેવાલ મળ્યા છે કે, તોઇબાના ત્રાસવાદી શ્રીલંકા મારફતે જળમાર્ગથી તમિળનાડુમાં ઘુસણખોરી કરી ચુક્યા છે. ગુજરાત પોલીસના ટોપના અધિકારીઓએ કહ્યું છે કે, કંડલા પોર્ટ ખાતે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. કોસ્ટગાર્ડ, નેવી અને મરીન પોલીસ અને સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે. ત્રાસવાદીઓ નાની નૌકાઓ મારફતે કચ્છની ખીણ અને સરક્રિકથી ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. પાકિસ્તાનના ટ્રેનીંગ લીધેલા કમાન્ડો અને આતંકવાદીઓ હરામીનાળામાં થઈને કચ્છ અને સરક્રિકમાં આતંકી નાપાક હરકતને અંજામ આપવા માટે ઘૂસ્યા હોવાના ઈનપુટ બહાર આવતા સુરક્ષા તંત્ર દ્વારા સમગ્ર રાજયમાં હાઇ એલર્ટ જાહેર કરાયુ છે. આઇપી ઇનપુટ મુજબ, પાકિસ્તાની ષડયંત્રના ભાગરૂપે આંતકવાદીઓ સાથે સાથે કંડલામાં પણ અન્ડર વોટર હુમલો કરે એવી શક્યતા છે. 

 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.