અડધી રાત્રે બૂમાબૂમ સાંભળી બે જણે નદીમાં કૂદીને 3 લોકોને બચાવ્યા, ચાર લોકોની ઘટના સ્થળે મોત

ભિંડની બેસલી નદીમાં કાર ડૂબવાથી એક પરિવારના 4 લોકોનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. પરિવાર ઝાંસીનો રહેવાસી હતો. તેમની ઓળખ પ્રેમ પટેરિયા (40), પત્ની લતા (38), દીકરી યશોદા (11) અને પુત્ર નારાયણ (9)ના રૂપમાં થઈ છે. કારમાં બેઠેલાં ડ્રાઈવર પુષ્પેન્દ્ર, જગદીશ પ્રજાપતિ અને નોકર રાકેસ રજક ગામના 2 લોકોની સમજદારી અને હિંમતના કારણે જીવતા બચી ગયા.
 
આ ત્રણેય લોકોને બચાવવામાં પપ્પૂ અને બંટી ગુર્જર હીરો બનીને સામે આવ્યાં. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ- સોમવારે રાત્રે 11:30 વાગ્યે જ્યારે કાર નદીમાં ડૂબી તો 2 લોકો બૂમો પાડી રહ્યાં હતા. આ અવાજ નદીના કાંઠે ટ્રક પર સુતેલાં પપ્પુ ચૌધરીએ સાંભળી. તેઓએ ગામના બંટી ગુર્જરને ફોન કરીને ઘટના જણાવી. બંટી તાત્કાલિક ગ્રામીણોને લઈને સ્થળે પહોંચ્યો. જે બાદ નદીમાં કુદીને તમામને બહાર કાઢ્યાં. જો કે ત્યાં સુધીમાં 4 લોકોનાં મોત થઈ ગયા હતા.
 
બંટીએ જણાવ્યું કે, ગામમાં ઠાકુરજી મંદિરમાં સોમવારે રાત્રે જન્માષ્ટમીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. રાત્રે લગભગ 11: 45 વાગ્યે પપ્પૂનો ફોન આવ્યો કે નદીમાં કોઈ ગાડી પડી ગઈ છે. તેઓ બચાવવા માટે બૂમો પાડી રહ્યાં છે. મેં તાત્કાલીક ગામના કેટલાંક લોકોને સાથે લીધા અને મારી બોલેરોમાં નદી સુધી પહોંચ્યો. ગામમાં નદી ત્રણ કિલોમીટર દૂર છે. જોયું તો લોકો નદીમાંથી બૂમો પાડી રહ્યાં હતા કે ગાડી ડૂબી ગઈ છે. જેમાં સવાર લોકોને બચાવવા માટે મેં તાત્કાલીક નદીમાં છલાંગ લગાવી અને ગાડી સુધી પહોંચ્યો. ગાડીમાં પાણી ભરાય ગયું હતું તમામ ગેટ બંધ હતા. પથ્થરથી કાચ તોડીને તમામને બહાર કાઢ્યાં પરંતુ ત્યાં સુધીમાં ચાર લોકોનાં મોત થઈ ગયા હતા. બાકી બચેલાં ત્રણ લોકોને અમે જીવતા જ બહાર લાવ્યાં, જે બાદ પોલીસને સુચના આપી તો ટીઆઈ, એસડી પણ આવી ગયા.
 
પપ્પૂએ જણાવ્યું કે, સોમવારે રાત્રે લગભગ 10 વાગ્યે એક ગાડી રસ્તા પર ભરેલાં પાણીમાં ફસાઈ ગઈ હતી. મેં ગાડી કાઢવામાં તેમની મદદ કરી. તે ગાડીને કાઢવામાં લગભગ સવા કલાકનો સમય લાગી ગયો. જે બાદ મને ઘણી ગરમી લાગી રહી હતી. તેથી રસ્તાના કાંઠે ઊભેલાં એક ટ્રકની છત પર જઈને સુઈ ગયો. લગભગ 20 મિનિટ પછી બચાવો બચાવોનો અવાજ સંભળાવા લાગ્યો. મે આજુબાજુ જોયું તો નદીમાંથી બે લોકો બૂમો પાડી રહ્યાં હતા. હું ત્યાં સુધી પહોંચુ તે શક્ય ન હતું. તેથી મેં તાત્કાલીક બંટી ગુર્જરને ફોન કર્યો અને સમગ્ર વાત જણાવી. જો કે તમામ લોકો ન બચી શક્યા, જેનું મને દુઃખ છે.
 
સ્ટેટ હાઈવે દતિયા-પોરસા માર્ગ પર ભિંડ જિલ્લાની સીમામાં બે મોટાં પુલ છે. તે ઘણી ઊંડાઈમાં છે. નદી ચડ્યાં બાદ ડ્રાઈવર તે પુલની ઊંડાઈનો અંદાજ ન લગાવી શક્યો. તેને જેવી જ તેજીથી ગાડી પુલ તરફ વધારી તો તે પાણીના તેજ વહેણમાં વહીને રસ્તાથી 20 ફુટ દૂર ફસાઈ ગઈ.
 
મૃતક પ્રેમ પટેરિયાના મિત્ર જગદીશે જણાવ્યું કે, પ્રેમ પટેરિયા અમારા ગુરૂ ભાઈ હતા. અમે લોકો પીલીભીતથી સોમવાર સાંજે 4 વાગ્યે ઝાંસી જવા રવાના થયા હતા. હું ગાડીમાં પાછળ પટોરિયા પરિવારની સાથે બેઠો હતો. હું સુઈ ગયો હતો. અચાનક આંખ ખોલી તો ગાડીમાં પાણી ભરાય રહ્યું હતું. ચારે બાજુ માત્ર પાણી જ પાણી હતું. ડ્રાઈવર સાઈડની બારી ખુલી હતી. તેમાંથી મોઢું બહાર કાઢ્યું. દરવાજો ખોલવા માટે ઘણી મથામણ કરી. એવું લાગ્યું કે આજે નહીં બચીએ, પરંતુ 30 મિનિટ પછી કેટલાંક લોકો આવ્યાં અને અમને બહાર કાઢ્યાં.
 
ડ્રાઈવર પુષ્પેન્દ્રએ જણાવ્યું, મેં ટૂંકો રસ્તો અપનાવ્યો હતો જેથી દાતિ જલદીથી પહોંચી શકાય. રસ્તા પર પાણી જોવા જોવા મળી રહ્યું હતું. અમે વિચાર્યું વરસાદના કારણે રસ્તા પર પાણી જમા થયું હશે. તેથી ગાડી સ્પીડમાં કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ પાણીમાં આવતાં જ ગાડી અચાનક કંટ્રોલ બહાર થઈ ગઈ હતી. મને કંઈજ સમજમાં ન આવ્યું. મેં બહાર નીકળીને એક ટીંબો પક્ડયો. મદદ માટે બૂમો પાડી ત્યારે કેટલાંક લોકો આવ્યાં અને અમને નદીમાંથી બહાર કાઢ્યાં
 
સોમવારની રાત્રે ડાયલ 100 પર સુચના મળી હતી કે પુલમાં કાર ડૂબી ગઈ છે. તત્કાલ રેસ્ક્યૂ શરૂ કરાયું. જેમાં 4 લોકોની ડેથ થઈ ગઈ. ત્રણ લોકોને બચાવવામાં આવ્યાં. પુલ પર પહેલાં જ આવનજાવન રોકવા માટે બેરિકોડ લગાવવામાં આવ્યા હતા. પરંતુ ડ્રાઈવરે તેની અવગણના કરી અને નીકળ્યો. પ્રથમ દ્રષ્ટીએ ડ્રાઈવરની બેદરકારી જ માનવામાં આવે છે.  રૂડોલ્ફ અલ્વારેસ, એસપી, ભિંડ
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.