કોંગી શાસનમાં તમે લૂંટો અમેય લૂંટીએની જ રમતો ચાલતી હતી

 
 
 
                      રાજસ્થાનમાં વિધાન સભાની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે વડાપ્રધાન મોદીએ આજે કોંગ્રેસ ઉપર તેજાબી પ્રહાર કર્યા હતા. નેશનલ હેરાલ્ડ અને ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડને લઇને કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ૨૦૧૪માં તેમની સભાઓમાં કેટલીક વાતો સાંભળી હશે. તે વખતે તેઓએ કહ્યું હતું કે, હેલિકોપ્ટર કાંડ થયેલું છે. 
હજારો કરોડનું કૌભાંડ થયું હતું. દેશમાં વીઆઈપી હેલિકોપ્ટર અને એ પત્ર અંગે તો લોકોને યાદ હશે. મેડમ સોનિયા ગાંધીના એ પત્રની પણ તમામને માહિતી હશે. તમામ ફાઇલો અને કાગળો જુદી જુદી જગ્યાઓએ સંતાડી દેવામં આવ્યા હતા પરંતુ સરકારમાં આવ્યા બાદ અમે સતત કાગળો શોધતા રહ્યા હતા. આખરે એક સફળતા હાથ લાગી હતી. દલાલીનું કામ કરનાર લોકો પૈકી એકને સકંજામાં લઇ લેવામાં આવ્યો છે. ક્રિશ્ચિયન મિશેલ નામના શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. ભારતના નામદારોના મિત્રોને આ વ્યÂક્ત કટકી આપતો હતો. તેમનું ધ્યાન રાખતો હતો. ફરાર હતો. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.