બનાસકાંઠામાં કમોસમી વરસાદથી થતા નુકશાનનું વળતર ચૂકવવામાં વીમા કંપનીઓની મેલી મથરાવટી

રખેવાળ ન્યુઝ,ડીસા 
જગતનો તાત ગણાતો ખેડૂત આ વર્ષે ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયો છે કુદરતની કહેરને લઈ ખેડૂત વર્ગને મોટું નુકસાન થયું છે ત્યારે બિચારો બાપડો ખેડૂત સરકાર પાસે આશ લગાવીને બેઠો છે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવે છે જેમાં ખેડૂતો પૂરતા પ્રમાણમાં લાભ લેતા હોય છે પરંતુ રાજ્ય સરકારે ખેડૂતોને ખેતીપાક માટે નો વીમો ખાનગી કંપનીઓને સોંપી દેવામાં આવતા ચાલુ સિઝનમાં ખેતીના પાકોમાં વ્યાપક નુકશાન થયું હોવા છતાં વીમા કંપનીઓની નવા ગતકડા કરી ખેડૂતોને વીમો ન ચૂકવવા ની વીમા કંપનીઓની મેંલી મથરાવટી જોવા મળી રહી છે ખેડૂતોને ચોમાસુ પાકો લેવાના સમયે પાછોતરો વરસાદ થતાં ખેતીના પાકોને વ્યાપક થયું હતું જેને લઇ ખેડૂતો એ યોગ્ય સ્તરે રજૂઆત કરતા રાજ્ય સરકારે વીમા કંપનીઓને સર્વે કરવા જણાવવામાં આવ્યું હતું જેને લઇ વીમા કંપનીઓ દ્વારા પોતાના ટોલ ફ્રી નંબર ઉપર ખેડૂતોને ૭૨ કલાકમાં નુકશાનીનું જાણ કરવા જણાવ્યું હતું પરંતુ વીમા કંપની દ્વારા આ પેલો નંબર જ ખેડૂતોને ન લાગતા અને ખેડૂતો બાકી રહી ગયા હતા. ત્યારબાદ ધણા ખેડૂતોને એક અરજી તાલુકા સ્તરે અને ગ્રામ સેવકઓ ને  આપવામાં આવી હતી અને અને નુકશાની ના ફોટા પાડી રાખ્યા હતા  પરંતુ વીમા કંપનીઓ દ્વારા આવી કોઈ અરજી કે ફોટા માન્ય ન રાખતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે જેને લઇ ખેડૂતોને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે એક બાજુ રવી સીઝનની વાવણી માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે ચોમાસુ પાકો નુકસાનનું હજુ સુધી સર્વે કરવામાં ન આવતા વીમા કંપનીઓને ખેડૂતોને નુકસાનનું વળતર ચૂકવવા માટે ની મેલી મથરાવટી સામે આવી રહી છે રાજ્ય સરકાર દ્વારા પણ ખેડૂતોને નુકશાન નિવારવા માટેની સહાયની જાહેરાત કરી છે પરંતુ ખેડૂતોને હજુ સુધી યોગ્ય માહિતી નમળતાં ખેડૂતો મા પણ માહિતીનો અભાવ હોવાથી કેટલાક લેભાગુ તત્વો પણ ખેડૂતોને સહાય આપવાને નામે મેદાનમાં જોવા મળી રહ્યા છે અને ખેડૂતો પાસેથી ખોટા ફોર્મ અને ફોર્મ ભરવાના નામે રૂપિયા પડાવી રહ્યા છે ત્યારે ખેડૂતો હજુ સુધી સહાયથી વંચિત જોવા મળી રહ્યા છે ને સહાય મળે તે માટે ખેડૂતો પણ સરકારી કચેરીઓમાં ધરમ ધક્કા ખાઇ રહ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.