બસ ડ્રાઈવરની બેદરકારીએ લીધો એક માસૂમનો જીવ, રોડની બીજી તરફ ઉભેલા કાકા તરફ માસૂમે દોડ લગાવી હતી

ઇંદોર:રાજેન્દ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે બપોરે દર્દનાક અકસ્માતમાં પહેલા ધોરણમાં ભણતા એક માસૂમ વિદ્યાર્થી હૈદરનું મોત થઈ ગયું. માસૂમ સ્કૂલ બસમાંથી ઉતરીને રોંગ સાઇડમાં ઊભેલા કાકા તરફ દોડ્યો, તે દરમિયાન જ ડ્રાઇવરે બસ આગળ વધારી દીધી. બસનું આગલું પૈડું માસૂમના માથા પર ફરી વળ્યું, જેના કારણે તેનું સ્થળ પર જ મોત થઈ ગયું. માસૂમ બાળકને લોહીલુહાણ જોઇને તેના કાકા ભયંકર આઘાતમાં આવી ગયા. લોકોએ તેમને સંભાળ્યા અને પોલીસને જાણ કરી. પોલીસે કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
 
 
અકસ્માત રાજેન્દ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તારની બદ્રીબાગ કોલોનીમાં થયો. કિડ્સ હોમ સ્કૂલમાં પહેલા ધોરણમાં ભણતો 7 વર્ષનો વિદ્યાર્થી અલી હૈદર સ્કૂલ બસમાં ઘરે પાછો ફર્યો હતો. બસ સ્ટોપ પર તેને લેવા માટે તેના કાકા આવ્યા હતા. બાળકે બસમાંથી જ કાકાને રોંગ સાઇડ પર ઊભેલા જોઇ લીધા હતા. એટલે બસમાંથી ઉતર્યા પછી તે બસની આગળની બાજુતી કાકા પાસે જવા માટે નીકળ્યો.
 
બાળક જેવો બસની આગળ પહોંચ્યો ને અચાનક ડ્રાઇવરે ગાડી આગળ વધારી દીધી. બાળક બસની નીચે આવી ગયો અને ડ્રાઈવરની જમણી તરફનું પૈડું માસૂમના માથા પર ફરી વળ્યું. બાળકને બસ નીચે આવેલો જોઇને કાકા ચીસો પાડતા તેને બચાવવા દોડ્યાં પરંતુ માસૂમનું મોત થઈ ચૂક્યું હતું. તેને લોહીલુહાણ થયેલો જોઇને કાકા ધ્રૂસકે-ધ્રૂસકે રડીને નીચે પડી ગયાં. લોકોએ તેમને સંભાળ્યા. સૂચના પછી સ્થળ પર પહોંચેલી પોલીસે શબને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલ મોકલી દીધું. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે અકસ્માત ડ્રાઈવર અને ક્લીનરની બેદરકારીના કારણે થયો. કારણકે બસમાંથી ઉતરીને બાળક રોંગસાઈડમાં ભાગ્યો, પરંતુ ડ્રાઈવર અને ક્લીનર બેમાંથી એકનું પણ ધ્યાન ન ગયું. પોલીસે કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.