માં તે માં બાકી બધા વગડાના વા : માંએ પોતાના પગ કપાવી કર્યો પોતાના બાળકનો બચાવ

રાંચી: રેડમા ઓવરબ્રિજ પાસે મંગળવારે બપોરે કોડિયા ગામની સૂચિતા પોતાના 5 મહિનાના બાળકને તેડીને ટ્રેક પાર કરી રહી હતી, ત્યારે જ ત્યાં માલગાડી આવી ગઈ.
 
બાળકને લઈને સુચિતા પાટાની બરાબર વચ્ચે સૂઈ ગઈ. બાળક બચી ગયું પરંતુ સુચિતાના બંને પગ કપાઈ ગયા. અકસ્માત પછી બેભાનીમાં પણ સુચિતાનો હાથ બાળકનો જ શોધતો રહ્યો. હોસ્પિટલમાં દાખલ સુચિતાની સ્થિતિ નાજુક છે. તેના બાળકને સીડબલ્યુસીએ સંરક્ષણમાં લઈ લીધું છે. સુચિતાના પતિનું ફેબ્રુઆરીમાં જ મોત થયું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.