બનાસકાંઠામાં લુપ્ત થતા ગીધ પક્ષીને બચાવવાની મથામણ

ખોરાક-પાણી માટે દાંતીવાડા વનવિભાગની અનોખી કામગીરી
રખેવાળ ન્યુઝ, દાંતીવાડા
બનાસકાંઠાના જેસોર વન્ય અભિયારણમાં અંતના આરે આવેલા એટલે કે સમગ્ર જિલ્લામાંથી લુપ્ત થઇ રહેલા ગીધ નામના પક્ષીની પ્રજાતિ જોવા મળે છે. આ ગીધની વસ્તી દાંતીવાડા તાલુકાના વાવધરા અને  રાણીટોક વિસ્તારમાં જોવા મળે છે. જેમાં ખાસ કરીને ઇજીપસિયન વલચર અને લોન્ગ બિલ્ડ વલચર નામની બે જાતિઓ જોવા મળે છે.આ બંને જાતિના ગીધની વસ્તી રાણીટોક વિસ્તારમાં ખુબજ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આ અંતના આરે આવેલ ગીધ પક્ષી   ધારા ૧૯૭૨ સિડ્‌યૂલમાં મુકવામાં આવેલ છે. જેને લઈને બનાસકાંઠા વન વિભાગ દ્વારા ગીધ પક્ષીના ઉછેર અને પ્રજનન માટે ખાસ કાળજી લેવામાં આવે છે. દાંતીવાડા તાલુકાના રાણીટોક પર્વતોમાં ખુબ ઊંચાઈ પર ગીધ પોતાના માળાઓમાં બનાવેલ રહેઠાણમાં પ્રજનન અને બચ્ચાઓનો ઉછેર કરે છે.
દાંતીવાડા વનવિભાગ દ્વારા રાણીટોકના ઊંચા પર્વતોમાં આસિયાના બનાવી પોતાના બચ્ચા સાથે વસવાટ કરતા ગીધ પોતાના ખોરાકની શોધમાં તે જગ્યાએથી બીજી જગ્યાએ જતા ના રહે અને રાણીટોક વિસ્તારમાં જ તેમને ખોરાક મળી રહે તેવા હેતુ થી વનવિભાગની ૨૦૧૮/૧૯ માં 'વલચર કિચન'  બનાવામાં આવેલું છે. જેની આજુ બાજુના ભાગના પર્વતો ઉપર ગીધો દ્વારા પોતાના માળા બનાવેલા છે. જેથી વનવિભાગ દ્વારા બનેલા વલચર કિચન ઉપર મારણ પામેલા પ્રાણીની વેટરનરી ડોક્ટરો દ્વારા લેબોરેટરી કરાવી તેની ઉપર મુકવામાં આવે છે. અને વલચરની બાજુમાં જ  પાણીનું ગઝલર બનાવી તેમાં ગીધોને પીવાનું પાણી ભરવામાં આવે છે. આમ ગીધોને પોતાના રહેણાંક વિસ્તારમાં જ ખોરાક અને પાણી મળી રહે છે. અને ગીધો પણ પોતાના રહેવાના આસિયાનની જોડેજ પોતાનો ખોરાક પાણી મેળવી શકે છે ! 
 
                                                                                                                                                                                    તસ્વીર અહેવાલ : ઇશ્વર દેસાઈ
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.