સાબરકાંઠામાં શર્મનાક ઘટના: ગાંભોઈ પાસેના ઢુંઢર ગામે એક નરાધમે ૧૪ માસની માસુમને પીંખી નાંખતા ચકચાર

દેશમાં બળાત્કાર જેવી શર્મનાક ઘટનાઓ થમવાનું નામ જ નથી લેતી સરકાર બળાત્કારીઓને ફાંસીની સજાની જોગવાઈ કરી ચુકી છે. અને દેશની કેટલીક અદાલતો દ્વારા બળાત્કારીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી રહી છે છતાંય નરાધમોને કાયદાઓનો ડર જ ના હોય તેમ આ શર્મનાક ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે.
વાત છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ પાસે આવેલ ઢુંઢર ગામની સીમમાં ૧૪ માસની બાળકીને એક નરાધમ દ્વારા પીંખી નાંખવામાં આવી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગાંભોઈ રણાસણ રોડ ઉપર આવેલ અનુપમ સિરામિક ફેકટરી આગળ ચા-નાસ્તા,પાનબીડીનો ગલ્લો ચલાવી પોતાના પરિવારનો ગુજરાન ચલાવતા એક વેપારીના દીકરી સંગીતાબહેન(નામ બદલ્યું છે)પોતાની દીકરી મનીષા(નામ બદલ્યું છે)ને લઇ પોતાના પિતાના પાન બીડીના ગલ્લા ઉપર આવેલ હતા. અને બાળકી મનીષા પોતાના નાનાની પાસે રામી રહી હતી તે દરમિયાન અનુપમ સિરામિક ફેકટરીમાં કામ કરતો અને છેલ્લા ૨ કે ૩ વર્ષથી ફેકટરીમાં જ રેહતો મૂળ બિહારનો રવીન્દ્ર ગાંડે ચા-નાસ્તાના પાનના ગલ્લા ઉપર આવ્યો અને નાસ્તો કરવો છે તેમ કહી ખાટલા પર બેસી વેપારી નાસ્તો આપવા ઉભા થયા એટલીવારમાં તે નરાધમ બાળકીને લઈને નાસી છૂટ્યો અને ફેકટરીના સામેના ભાગમાં ખેતરની ઘાંસ માં લઈ જઈને બાળકીને પીંખી નાખી બાળકીના નાના અને બાળકીની માતાએ શોધખોળ આદરી અને અંતે પોલીસનો સંપર્ક કર્યો હતો અને ઘટનાની સંપૂર્ણ માહિતી આપી હતી.
 
  બળાત્કાર કર્યા બાદ આ નરાધમ રવીન્દ્ર પાછો ફેક્ટરીની સામે દેખાતા બાળકીના નાનાએ તેને બોલાવીને પૂછ-પરછ કરતા તેણે તે પોતે તો ગાંભોઈ હોવાનું રટણ કર્યું હતું. પરંતુ નરાધમે આચરેલા કૃત્યનું તેના પહેરેલા કપડાએ તેની જુઠ્ઠાઈનો પર્દાફાશ કર્યો હતો અને ગણતરીના મીનીટોમાં જ ગાંભોઈ પોલીસે તેને ધરદબોચી દીધો હતો પોલીસે વધુ તપાસ કરતા તેને બાળકી સાથે જે જગ્યાએ દુષ્કર્મ કર્યું હતું તે જગ્યા પોલીસને બતાવતા પોલીસ આરોપીને  સાથે લઇ ગણતરીની મીનીટોમાંજ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી સદનસીબે બાળકી ત્યાંથી જીવિત મળી આવી હતી.બાળકીને સ્થિતિ જોતા બાળકીને હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવી હતી. જયારે નરાધમ રવીન્દ્રને તાત્કાલિક પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી હતી.આ સમાચાર વાયુવેગે પંથકમાં પ્રસરી જતા લોકોમાં રોષની જ્વાળાઓ પ્રગટી હતી.લોકોના ટોળેટોળા ઘટના સ્થળે પહોંચી ગયા હતા.કેટલાક લોકોએ પોતાનો રોષ ફેકટરી ઉપર ઠાલવ્યો હતો.અને તોડફોડ કરી હતી જેમાં ગાડીઓને પણ નુકસાન પહોંચ્યું હતું જયારે લોકોએ આવા હિંચકારા કૃત્ય કરતા વ્યક્તિને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી.અને આવા નરાધમ સામે ફિટકાર વરસાવી હતી.આ બનાવની ફરિયાદ બાળકીના મામા નરેન્દ્રસિંહ બાલુસિંહ પરમાર એ ગાંભોઈ પોલીસ સ્ટેશન માં આપતા પોલીસે આરોપી સામે આઈપીસી કલમ ૩૭૬.૩૬૩ મુજબની ફરિયાદ દાખલ કરી તપાસ તેજ  કરી છે રેન્જઆઈજીપી જીલ્લા પોલીસ અધિક્ષક સહિત પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.