મોડાસા પોલીસ ચોકી નજીક મોબાઈલ દુકાનમાં ચોર ત્રાટક્યા ઃ હજીરા વિસ્તારમાં ૩ દુકાનોના તાળા તૂટ્યા

અરવલ્લી : અરવલ્લી જિલ્લા સહીત મોડાસા શહેરમાં પોલીસ ની નબળી કામગીરી ના પગલે ચોર લૂંટારુઓ અને ઘરફોડિયા ગેંગ સહીત તસ્કરો બેફામ બની લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે દિવસેને દિવસે અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે જતા જિલ્લાના પ્રજાજનો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.મોડાસા ચાર રસ્તા પોલીસ ચોકીથી  ૨૦૦ મીટર દૂર અને ટાઉન પોલીસ સ્ટેશનથી ૫૦૦ મીટર દૂર આવેલી સિદ્ધિ વિનાયક મોબાઈલ નામની દુકાનમાં રવિવારે રાત્રે પાછળથી બાકોરું પાડી મોબાઈલ ની દીવાલમાં કાણું પાડી પ્રવેશી બિન્દાસ્ત રીતે ૫૦ હજારના મોબાઈલ, એસેસરીની મુદ્દામાલની લૂંટ ચલાવી રફુચક્કર થતા ચકચાર મચી હતી હજીરા વિસ્તારમાં  દુકાનોના તાળા તૂટતાં પોલીસતંત્ર ઊંધા માથે પછડાયું હતું સતત પાંચમી વાર તસ્કરોએ સિદ્ધિ વિનાયક મોબાઈલ શોપમાં લૂંટની ઘટનાને અંજામ આપતા દુકાનમાલિક પણ ચિંતામાં ગરકાવ થઈ ગયો હતો ૬ મહિના અગાઉ પણ તસ્કરોએ લૂંટની ઘટનાને અંજામ આપતા દુકાનમાં રહેલા સીસીટીવી કેમેરામાં બે ચોર કેદ થયા હતા સીસીટીવી ફૂટેજ દુકાન માલિક પુરષોત્તમ ઉર્ફે બબલુ સિંધીએ પેન ડ્રાઈવમાં મોડાસા ટાઉન પોલીસને સુપ્રત કર્યા હોવા છતાં ટાઉન પોલીસ તંત્રએ નિષ્ફળ કામગીરી કે પછી ચોર લૂંટારુ ગેંગને છાવરતી હોય તેમ કોઈ યોગ્ય કાર્યવાહી ન કરતા બિનદાસ્ત બનેલ ચોર-લૂંટારૂઓએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું રોષ પૂર્વક જણાવ્યું હતું    સિદ્ધિ વિનાયક મોબાઈલ શોપમાં ૬ મહિના પૂર્વે થયેલી ચોરીની ઘટનાનું ચોર-લૂંટારુ ગેંગે પુનરાવર્તન કરી
 દુકાનની પાછળ થી બાકોરું પાડી ૫૦ હજારના મુદ્દામાલની લૂંટ ચલાવી રફુચક્કર થઈ જતા દુકાન માલિકે મોડાસા ટાઉન પોલીસને જાણ કરતા પોલીસે રાબેતા મુજબ તપાસ હાથધરી હતી   હજીરા વિસ્તારમાં ત્રણ દુકાનોમાં શટર તોડી લૂંટનો પ્રયાસ કરી લૂંટારુઓ ફરાર થઈ જતા ઘટનાસ્થળે પોલીસ પહોંચી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.