ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝ: ટીમ ઈન્ડિયાએ પહેલી મેચમાં કાંગારુંઓને પછાડ્યા

 
 
 
 
                ઓસ્ટ્રેલિયા સામેની ૪ ટેસ્ટ સીરીઝની પહેલી મેચ ભારતે ૩૧ રનથી જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાની જમીન પર ટીમ ઈન્ડિયાએ ૧૦ વર્ષ પછી જીત મેળવી છે. ગત વખતની જીત અનિલ કુંબલેની કેપ્ટનશીપ હેઠળ ૨૦૦૮માં મળી હતી. ત્યારે ભારતે પર્થમાં ૭૨ રનથી યજમાન ટીમને હરાવી હતી. સાથે જ એડિલેડમાં ૧૫ વર્ષ બાદ જીત મેળવી હતી. ગત વખતે ૨૦૦૩માં સૌરવ ગાંગુલની કેપ્ટનશીપમાં સફળતા મળી હતી. બંને ટીમો વચ્ચે ૭૧ વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં ભારત પહેલી વખત સીરીઝની પ્રથમ મેચ જીતી છે.
 
ભારત તરફથી મળેલાં ૩૨૩ રનના ટાર્ગેટને પ્રાપ્ત કરવા ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી ઈનિંગના છેલ્લાં દિવસે ૨૯૧ રનમાં જ ઓલઆઉટ થઈ હતી. શેન માર્શે સૌથી વધુ ૬૦ અને કેપ્ટન પેને ૪૧ રન બનાવ્યાં. આ પહેલાં ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં ૨૩૫ રન બનાવ્યાં હતા. તો ભારતીય ટીમે પહેલી ઈનિંગમાં ૨૫૦ અને બીજી ઈનિંગમાં ૩૦૭ રન બનાવ્યાં હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.