મધ્યપ્રદેશની ચૂંટણીને લઇ રાહુલ ગાંધીએ અપનાવ્યું બ્રાહ્મણ કાર્ડ

મધ્યપ્રદેશમાં આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. આ સાથે હવે તમામ મોટા રાજનેતાઓ રાજસ્થાન બાજુ પ્રયાણ કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે રાજસ્થાનના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ પોતાના પ્રવાસની શરૂઆત અજમેરમાં ખ્વાજા ગરીબ નવાઝમાં માથું ટેકવીને કરી હતી, ત્યારબાદ રાહુલ ગાંધી પુષ્કરના બ્રહ્મા મંદિર ગયા હતા. રાહુલ ગાંધી બ્રહ્મા મંદિરમાં વિધિવત પુજા પણ કરી હતી. ખાસ વાત તો એ છે કે, આ પુજા દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના ગોત્રનું નામ જાહેર કર્યું હતું. પુશ્કરમાં રાહુલ ગાંધીએ કૌલ બ્રાહ્મણ અને દત્તાત્રેય ગોત્રના નામથી પુજા કરી હતી. અજમેરમાં દરગાહ પર માથું ટેકવ્યા બાદ રાહુલ ગાંધી પુષ્કરમાં બ્રહ્મા મંદિરના દર્શને પણ જશે. રાહુલે તેને લઇને ટ્વિટ પણ કર્યું છે કે તે પોતાના રાજસ્થાન પ્રવાસની શરૂઆત દરગાહ અને મંદિરમાં માથું ટેકવીને કરશે. રાહુલ ગાંધી આજે પોખરણ, જાલોર અને જોધપુરમાં જનસભાને સંબોધિત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાનની ૨૦૦ વિધાનસભાની સીટો પર ૭ ડિસેમ્બરે મતદાન થવાનું છે. ૧૧ ડિસેમ્બરે અન્ય રાજયોની સાથે રાજસ્થાનની ચૂંટણીનું પરિણામ પણ જાહેર થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રવિવારે રાજસ્થાનના અજમેરમાં રેલીને સંબોધિત કરી હતી. તે દરમિયાન મોદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. આજે પણ વડાપ્રધાનના ભીલવાડા, કોટા અને બેણેશ્વર ધામમાં રેલીઓને સંબોધિત કરશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.