ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન અને ગણપત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે બીટી-સીબીસી કેશ વર્કશોપ : ૧૮-૧૯ નું આયોજન

 
 
 
                                 ગુજરાતના સાયન્સના સ્નાતક વિદ્યાર્થીઓને બાયોટેકનોલોજી કે બાયોલોજી કે બાયોમિસ્ટ્રી જેવા વિષયોમાં માસ્ટર ડીગ્રીનો કોર્સ કરવા આઈઆઈટી, આઈઆઈએસસી-બેંગ્લોર કે ટી.આઈ.એફ. આર જેવી પ્રીમિયર ગણાતી રાષ્ટ્રની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશન લેવું હોય ત્યારે તેની પ્રવેશ પરીક્ષામાં સફળ થવું બહુ અઘરૂ-મુશ્કેલ પડતું હોય છે.
સાયન્સના સ્નાતક વિદ્યાર્થીઓની આ મુશ્કેલ Âસ્થતિના ઉપાય રૂપે ગુજરાત સરકારના “બાયોટેકનોલોજી મિશન” દ્વારા એક ખાસ વિભાગ ઉભો કરવામાં આવ્યો, જેનું નામ છે 
“નેટવર્ક ઓફ બાયોટેકનોલોજી કેપેસિટી બિલ્ડીંગ સેલ.”
આ સેલ (એન-બીટી-સીબીસી) અને ગણપત યુનિવર્સિટીના ‘મહેસાણા અર્‌બન ઈÂન્સ્ટયૂટ ઓફ સાયÂન્સસના સંયુક્ત ઉપક્રમે તા.૧૭ થી રર ડિસેમ્બર એમ છ દિવસના એક “ક્રેશ વર્કશોપ ઃ ર૦૧૮-૧૯” નો પ્રારંભ થયો છે.
ગણપત યુનિવર્સિટીના આંગણે યોજાયેલા આ વર્કશોપમાં ઉત્તર ગુજરાતની વિવિધ સાયન્સ કોલેજાના બીએસસીમાં ભણતા ૯૧ જેટલાં વિદ્યાર્થીઓને દેશના પ્રીમિયર સાયન્સ ઈÂન્સટ્યૂટસ માટેની પ્રવેશ પરીક્ષામાં પાસ થવાની સઘન તાલીમ આપવામાં આવશે. વિવિધ સાયન્સ-સબ જેક્ટસના અને અન્ય વિષયોના ૧પ જેટલાં નિષ્ણાંતો આ વર્કશોપમાં પોતાની સેવાઓ આપશે.
આ ક્રેશ વર્કશોપમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને તમામ તાલીમ, રી‹ડગ મટીરિયલ તથા રહેવા-જમવાની સુવિધા તદ્‌ન નિઃશુલ્ક રીતે સુલભ બનાવવામાં આવી છે, તો ક્રેશકોર્સ પૂરો કરનાર વિદ્યાર્થીઓને તેનું પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવશે.
આ ક્રેશકોર્સના પ્રારંભ અવસરે યોજાયેલા સમારંભમાં ગણપત યુનિવર્સિટીના પેટ્‌ન-ઈન-ચિફ તેમજ પ્રેસિડેન્ટ ગણપતભાઈ પટેલ, યુનિ.ના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રો.ર્ડા. આર.કે. પટેલ, ગણપત યુનિ.ની સાયન્સ કોલેજના પ્રિÂન્સપાલ પ્રો.ર્ડા. અમિત પરીખ તેમજ સરકારના બાયોટેકનોલોજી મિશનના જાઈન્ટ ડિરેક્ટર (એચ.આર) અનસુયાબેન ભાડલકર સહિત અનેક પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ ઉપÂસ્થત રહ્યા હતા.
 ગણપત યુનિ.ની અંગભૂત એવી મહેસાણા અર્બન ઈÂન્સટ્યૂટ ઓફ સાયÂન્સસના વિદ્વાન પ્રાધ્યાપકો ર્ડા.કપિત મેહતા, ર્ડા.પ્રીતિ પટેલ અને નેહલ રામીએ ક્રેશ કોર્સમાં કોડિનેટર તરીકેની મહત્વની જવાબદારી અદા કરી રહ્યા છે. 
આગામી તા.ર૧ થી ર૬ જાન્યુઆરી ર૦૧૯ દરમિયાન આજ કોર્સના બીજા તબક્કાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.