નવા વર્ષમાં વિશ્વબજારમાં ભાવ એકંદરે ઉંચા રહેવાની શક્યતા

                                                       
 
 
                          કમુરતાના પગલે બજારમાં નવી માગ પાંખી હતી. હવે ઉતરાણ પછી મોસમી માગ બજારમાં ફરી નિકળવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૨૧૦૫ વાળા રૂ.૩૨૦૭૫ બોલાઈ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૩૨૨૦૦થી ૩૨૨૨૫ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદી બજાર આજે શનિવારના કારણે સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે જોકે ભાવ નરમ રહ્યા હતા. 
 
                           દરમિયાન, જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈમાં ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૩૯૧૫૦ વાળા રૂ.૩૯૦૦૦થી ૩૯૧૦૦ વચ્ચે બોલાતા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ રૂ.૩૯૯૦૦થી ૪૦૦૦૦ આસપાસ રહ્યા હતા.
 
                              વિશ્વબજારમાં હવામાન નરમ હતું. ઉપરાંત ઘરઆંગણે કરન્સીમાં બંધ બજારે આજે રૂપિયા સામે ડોલરના ભાવ પણ નીચા બોલાઈ રહ્યા હતા. આની અસર ઝવેરી બજાર પર આજે દેખાઈ હતી. કરન્સી બજારમાં ડોલરના ભાવ રૂ.૭૦.૪૯થી ૭૦.૫૦ વાળા આજે રૂ.૭૦.૪૧થી ૭૦.૪૨ આસપાસ રહ્યા હતા. અમેરિકાના ન્યુ હોમ સેલના આંકડા નબળા આવ્યા હતા.
 
                             પ્લેટીનમના ભાવ છેલ્લે ૮૧૦.૫૦થી ૮૧૧ ડોલર તથા પેલેડીયમના ભાવ છેલ્લે ૧૩૨૨થી ૧૩૨૨.૫૦ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવ ઉંચા મથાળેથી આશરે દોઢથી બે ટકા ઘટતાં તેની અસર પણ વૈશ્વિક સ્તરે સોનાના ભાવ પર દેખાયાનું જાણકારોએ જણાવ્યું હતું. 
                                                       દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ જે શુક્રવારે ઔં શદીઠ ઉંચામાં ૧૨૯૫.૫૦ ડોલર બોલાયા હતા તે સપ્તાહના અંતે ૧૨૮૮થી ૧૨૮૮.૫૦ થઈ ૧૨૮૯થી ૧૨૮૯.૫૦ ડોલર બોલાઈ રહ્યા હતા. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔં શના શુક્રવારે ઉંચામાં ૧૫.૭૩થી ૧૫.૭૪ ડોલર થયા પછી નીચામાં ભાવ ૧૫.૫૯થી ૧૫.૬૦ થઈ સપ્તાહના અંતે ૧૫.૬૩થી  ૧૫.૬૪ ડોલર રહ્યા હતા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.