દિયોદર પાસેથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપાઇ

દીઓદર : દિયોદર નાયબ પોલીસ અધિક્ષક કચેરી દ્વારા દિયોદર વિસ્તારમાં બુધવારે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે દિયોદર જેતડા ત્રણ રસ્તા પર વોચ ગોઠવતા જેતડા તરફથી આવી રહેલ ટેરોના ગાડી નંબર જીજે.૧ર.સીડી પ૮૦૬ ને રોકાવી તલાસી લેતા ગાડીના ગુપ્ત ખાનામાં છુપાયેલો વિદેશી દારૂ બોટલ નંગ ૧૦૮ મળી આવતા દિયોદર પોલીસે દારૂ કિંમત રૂપિયા ૪૩ ૨૦૦ ગાડી કિંમત ૩ લાખ મળી કુલ ૩૪૩૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી ગાડીના ચાલક સહદેવસિંહ જગદીશસિંહ રાણા, રહે.પેઘડા તાલુકો લખતર જિલ્લો સુરેન્દ્રનગરને ઝડપી લઇ પ્રોહીબિશનનો ગુનો નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. દરમ્યાન જાડા-દીઓદર રોડ ઉપર પણ દારૂની ગાડી હવામાં ગઇ હોવાનુ ચર્ચાસ્પદ બનવા પામેલ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.