રાધનપુરમાં વીજ કર્મચારીઓએ માંગણીઓ માટે સૂત્રોચ્ચાર કર્યા

 રાધનપુર : અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઇબી એન્જિનિયર એસોસિએશન દ્વારા ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિ દ્વારા ઉર્જા ખાતાના તમામ કર્મચારીઓ અને અધિકારીઓના સમૂહને લગતા લાભો અને હક્કો માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી વડોદરાને આપેલ નોટિસ અન્વયે તારીખ ૦૧.૧૧.૨૦૧૯ ને લાભ પાંચમના શુભ દિવસે આંદોલનનો પ્રારંભ કરી તમામ કંપનીઓના ડીવીઝન, સર્કલ, ઝોનલ ઓફિસ અને નિગમિત કચેરીઓની સામે સુત્રોચાર કરી લડતનો આરંભ કરેલ છે, જેના પગલે રાધનપુરના વીજ કર્મચારીઓએ કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ લડત કરતા પહેલા ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિ દ્વારા એક વર્ષ થી વધુ સમય સુધી રજૂઆતો અને ચર્ચા કરી ઉર્જાખાતાના કર્મચારીઓને સાતમા વેતન પંચ મુજબ એલાઉન્સ, એચ આર એ, જીએસ ઓ ૪ મુજબ ખૂટતો સ્ટાફ અને કામ ન પ્રમાણમાં વધારાનો સ્ટાફ રજાના પૈસા રોકડમાં ચૂકવવા, મેડિકલના લાભો આપવા, અને અન્ય લાભો જે માંગણી કરેલ છે તે આપવા સતત રજૂઆતો કરવામાં આવેલ પરંતુ મેનેજમેન્ટ દ્વારા કોઈ હકારાત્મક અભિગમ કે અમલવારી માટે કોઈ કાર્યવાહી નહીં કરી અને મિટિંગમાં ચર્ચા કરવા કે લેખિત પ્રત્યુતર આપવાની પણ કોશિશ કરેલ નથી જેથી સાતેય કંપનીઓના કર્મચારીઓ માં ઉગ્ર આક્રોશ જોવા મળેલ જેના પરિણામે આખરે લડત કરવામાટે નોટિસ આપવામાં આવેલ ને વિવિધ કાર્યક્રમો નક્કી કરવમાં આવેલ જે પૈકી લાભ પાંચમના શુભ મુહૂર્તના દિવસે જેટકો,જીસેક અને ડિસ્કોમ કંપનીઓ ના ડીવીઝન, સર્કલ, ઝોનલ ઓફિસ અને નિગમિત કચેરી સામે સાંજે ૬.૧૦ પછી સુત્રોચારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં ખૂબ મોટી સંખ્યા માં કર્મચારીઓ અને ઇજનેરોએ  હાજરી આપી  હતી.આ પ્રસંગે ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિના આર.બી.ઠાકોર, જે.આર.પટેલ, પી.આઈ.ઓઝા, પી.આર. વાઘેલા સહીત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.