ઉંઝાથી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત મહત્વના શહેરોને જાડતી એસ.ટી.બસ શરૂ કરવા માંગ

 
 
 
 
વેપારી મથક અને યાત્રાધામ ઉંઝા એસ.ટી.ડેપો દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના મહત્વના સ્થળોને જાડતા નવિન બસ રૂટો શરૂ કરવા માટે મુસાફર જનતાની માગણી ઉઠી છે.ઉંઝા એસ.ટી. ડેપો અ વર્ગ ધરાવે છે. પરંતુ તેની વિવિધ રૂટો પર દોડતી શિડયુલ બસો પૈકી મોટાભાગની લોકલ સર્વિસો છે જ્યારે જૂજ સર્વિસો એકસપ્રેસ છે. જેમાં સુરત, નખત્રાણા, જૂનાગઢ, વડોદરા, અમદાવાદ અને મોડાસાનો સમાવેશ થાય છે. ઉંઝા વેપારી મથકની સામે કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીનું મોટું યાત્રાધામ છે. વધુમાં નજીકમાં ઉનાવા પણ સુપ્રસિધ્ધ યાત્રાસ્થળ છે. જેમાં મીરાંદાતારની દરગાહ હોઈ આ બંને યાત્રાસ્થળોએ ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામા યાત્રાળુઓની અવર જવર થાય છે. આ ઉપરાંત ઉંઝા વેપારી મથક હોવાથી બહારથી ખેડૂતો અને વેપારીઓની પણ આવ-જા થતી રહે છે ત્યારે રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય તથા દક્ષિણ ગુજરાતાના મહત્વના યાત્રા સ્થળો, શહેરો, નગરોને જાડતી એસ.ટી.બસ સર્વિસો સાવ ઓછી હોવાથી મુસાફરોન પારવાર મુશ્કેલી વેઠવી પડે છે. સને ૧૯૯૦ ની સાલમાં ઉંઝા એસ.ટી.ડેપો વિધિવત રીતે અમલી બન્યો હતો. આજે ર૮ વર્ષનો સમયગાળો વિતી જવા છતાં ઉંઝા ડેપોને ખાસકોઈ નવિન બસ રૂટોની ફાળવણી કરવામાં આવી નથી. તદઉપરાંત પડોશી રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના કોઈપણ શહેરને જાડતી આંતરરાજ્ય કોઈ બસ સર્વિસ શરૂ કરાયેલ નથી. ઉંઝામાં રાજસ્થાનના અસંખ્ય પરિવારો ધંધા અને મજુરી અર્થે વસવાટ કરી રહ્યાછે. જેઓને પોતાના વતનમાં જવા-આવવા માટે અહીંથી કોઈ સીધી બસ સગવડ ઉપલધ્ધ નથી. તેમજ ઉ.ગુ.ના મહેસાણા, પાટણ, સાબરકાંઠા  અને બનાસકાંઠા જિલ્લાના મહત્વના જિલ્લા તાલુકા મથકો તેમજ યાત્રાધામોને જાડતી બસ સર્વિસો નથી. આ બાબતે એસ.ટી.ના વરિષ્ઠ સત્તાધિશોએ મુસાફર જનતાની લાગણી અને માગણીને ધ્યાનમાં લઈને રાજ્યના મહત્વના યાત્રા સ્થળો, શહેરો અને નગરોને જાડતી નવિન બસ સર્વિસો વહેલી તકે શરૂ કરવી જરૂરી છે. આમ થાય તો સ્થાનિક અને બહારના મુસાફરોને આવ-જા કરવામાં સારી બસ સગવડ મળી રહે તેમ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.