લોકસભા ચૂંટણીઃ ભાજપે ૪ રાજ્યોના ૧૧ ઉમેદવારોની યાદી જાહેર કરી

ભાજપે લોકસભા ચૂંટણી માટે આજે પોતાનું પાંચમુ લિસ્ટ જાહેર કરી દીધું છે. પાર્ટીએ તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, કેરળની લોકસભા સીટો માટે પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરી. ઉત્તર પ્રદેશની કૈરાના લોકસભા સીટથી પાર્ટીએ પ્રદીપ સિંહને ટિકીટ આપી છે. વળી, બુલંદ શહેરથી ભોલા સિંહ બીજેપીના ઉમેદવાર હશે. ભાજપે યુપીની કેરાના બેઠક પરથી મૃંગાકા સિંહની  ટિકિટ કાપી પ્રદીપ ચૌધરીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. હુકમસિંહે પોતાની પુત્રી મૃંગાકા સિંહ માટે કેરાના માટે ટિકિટ માગી હતી. જાકે, ભાજપે કેરાના બેઠક પરથી તેમને ટિકિટ આપી નથી.  યુપીની નગીના બેઠકથી ડોક્ટર યશવંત, બુદલશહરથી ભોલાસિંહને ટિકિટ આપી છે. જ્યારે તેલંગાણાના હૈદરાબાદથી ભગવાનાથ રાવને ટિકિટ આપી છે. 
આ અગાઉ બિહારમાં એનડીએએ પોતાના ૩૯ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યુ. પટના સાહેબથી રવિશંકર પ્રસાદ, બેગૂસરાયથી ગિરિરાજ સિંહને ટિકીટ આપવામાં આવી છે. આ લિસ્ટમાં ભાજપે જે ૧૧ સીટો પર ઉમેદવારો જાહેર કર્યા છે. તેમાં ૨૦૧૪માં આમાંથી માત્ર ૩માં જ બીજેપીને જીત મળી હતી.
 
સીટ (રાજ્ય) ઉમેદવાર
આદિલાબાદ (તેલંગાણા) સોયમ બાબૂ રાવ
પેડ્ડાપલ્લી એસ. કુમાર
બહીરાબાદ બનાલા                      લક્ષ્મા રેડ્ડી
હૈદરાબાદ ડો. ભગવંત રાવ
ચેવેલ્લા બી. જનાર્દન રેડ્ડી
ખમ્મમ વાસુદેવ રાવ
પથાનમથિટ્ટા (કેરળ)                     કે સુરેન્દ્રન
કૈરાના (ઉપ્ર) પ્રદીપ ચૌધરી
નગીના ડો. યશવંત
બુલંદશહેર ભોલા સિંહ
જંગીપુર (બંગાળ) મફૂજા ખાતૂન
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.