પાલનપુરમાં મોબાઈલની ઓફિસમાં કામ કરતા યુવકે ૧૦.૧૦ લાખનો ગોટાળો કર્યો

પાલનપુર : પાલનપુર ખાતે આવેલ ખાનગી મોબાઈલ કંપનીના ડિસ્ટિબુટરની ઓફિસમાં નોકરી કરતાં એક યુવકે એક વર્ષ દરમિયાન રીચાર્જ તેમજ સીમકાર્ડ પેટે આપેલ નાણાં લ્માંથી રૂ.૧૦.૧૦ લાખનો ગોટાળો કરી ઉચાપત કરી હતી. જે વાત ડિસ્ટિબ્યુટર ને ધ્યાને આવતા તેમને યુવક પાસે રકમની ઉઘરાણી કરતા તેમને હાથ-પગ ભાગીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ થાણે પહોંચ્યો હતો. પાલનપુરના સીટીલાઇટ બિઝનેસ સેન્ટરમાં આવેલ શ્રી બહુચર ડિસ્ટ્રીબ્યુટર ચેનલ પાર્ટનર વોડાફોન-આઈડિયા લિમિટેડની ઓફિસ આવેલી છે. જેમાં રિચાર્જ અને સિમકાર્ડ વેચવાનું કામ કરતા મૂળ વડગામ તાલુકાના ચાંગા ગામના વતની અને હાલ પાલનપુરના મફતપુરા વિસ્તારમાં રહેતા અનવરભાઈ ભીખાભાઈ સિપાઈએ નોકરી દરમ્યાન તા.૧/૫/૨૦૧૮ થી ૧૨/૬/૧૯ દરમિયાન રીચાર્જ તેમજ સીમકાર્ડ પેટે આપેલ નાણાં માંથી વિજય મોબાઇલ નામની દુકાનમાં રીચાર્જ કરીને આ રીચાર્જના નાણા ઓફિસમાં રહેલ હિસાબના ચોપડામાં ચડાવીને જાતે રાઈટનું નિશાન કરીને રૂ. ૧૦,૧૦,૦૦૦ પોતાના અંગત કામમાં વાપરીને ડિસ્ટિબ્યુટર  સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.  જોકે રકમ ની વસુલાત માટે  ડિસ્ટ્રીબ્યુટર સંજયકુમાર ચમનલાલ મોદી રહે.પાલનપુર અંબિકાનગર વાળાએ અનવરભાઇ ભિખાભાઈ સિપાઈ પાસે ઉઘરાણી કરતા અનવર અને તેના પિતા ભીખાભાઈ અલદુભાઈ સિપાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને સંજય કુમાર મોદીને ગાળો બોલીને તેમજ હાથ-પગ ભાંગી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેમને પિતા પુત્ર વિરુદ્ધ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ગુનો દાખલ કરાવતા પોલીસે બનાવ ની તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.