પેટ્રોલની કિંમતમાં ફરી પાંચ પૈસાનો વધારો જયારે ડીઝલમાં ઘટાડો

નવી દિલ્હી પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ફેરફારના દોર વચ્ચે આજે પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ પાંચ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે ડિઝલની કિંમતમાં દિલ્હી અને કોલકતામાં સાત પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આવી જ રીતે મુંબઈ અને ચેન્નાઈમાં આઠ પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રડની કિંમતમાં ફેરફાર વચ્ચે આ ઘટાડાનો દોર જારી રહ્યો છે. શુક્રવારે તેલની કિંમતો બે ટકા સુધી ઘટી ગઈ હતી. ઓક્ટોબર મહિનામાં સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયા બાદથી તેમાં ૩૧ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાના કારણ હવે લોકોને મોંઘવારીમાં રાહત મળી છે. ભાવ છેલ્લા કેટલાક મહિનાની નીચી સપાટી પર પહોંચી ગયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમત સતત ઘટી રહી છે. અલબત્ત ઓપેક દેશોએ ક્રુડની ઘટતી જતી કિંમતોને ધ્યાનમાં ઉત્પાદનમાં કાપ મુકવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે તેની અસર પણ દેખાઇ રહી છે. આગામી દિવસોમાં તેની અસર જાવા મળી શકે છે. છેલ્લા બે મહિનાના ગાળામાં આશરે ૩૧ ટકાનો ઘટાડો કરવામાં આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રુડ કિંમતોને વર્તમાન સપાટી પર સ્થર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઓક્ટોબર મહિનામાં ઉંચી સપાટીએ પહોંચી ગયા બાદથી પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ ૧૪-૧૫ રૂપિયા સુધીનો ઘટાડો થઇ ગયો છે જ્યારે ડિઝલની કિંમતમાં લીટરદીઠ ૧૧-૧૨ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.