વિશ્વ ટ્‌વીન્સ ડે નિમિતે જાણો સુરતના બે સગા ‘જુડવા’ ભાઇઓની કહાની..!! : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ અભિનંદન પાઠવ્યા

દર વર્ષે ૩ ઓગસ્ટના રોજ ટ્‌વીન્સ ડે ની ઉજવણી કરવામા આવે છે ત્યારે કેટલાક જુડ઼વાં ભાઈઓ સાથે સુરત માં ફોટોગ્રાફીના વ્યવસાય સાથે જોડાયેલા મિતેષભાઈ અને મનીષભાઈ પણ આ ઉજવણી માં જોડાયા હતા હિન્દી ફિલ્મોમાં તમે ” જુડવા “નો અભિનય કરતા અનેક ફિલ્મ ક્લાકારો ને જોયા હશે,પરંતુ આજે તમને રિયલ લાઈફમાં અમે જણાવીશું સુરતના બે સગા જુડવા ભાઈઓને..જેના પહેરવેશ અને શોખ પણ એકસરખા છે.કહેવાય છે એક જ ચહેરાના બે વ્યક્તિઓ દુનિયામાં હોય છે.આજે વિશ્વ ટ્‌વીન્સ ડે છે.ત્યારે વિશ્વ ટ્‌વીન્સ ડે નિમિતે અમે તમને જણાવીશું, સુરતના શાહ પરિવાર માં જન્મેલા બે સગા ભાઈઓની કહાની .જે જોવામાં બિલકુલ હૂબહૂ છે.કૌન છે આ બંને ભાઈઓ આવો વાંચીએ અમારા આ વિશેષ અહેવાલમાં સુરતના અડાજણ(પાલ)વિસ્તારમાં રહેતા આ બને સગા ભાઈઓના નામ છે મિતેષભાઈ શાહ અને મનીષભાઈ શાહ.મિતેશભાઈ મોટા છે અને મનીષ ભાઈ નાનાછે.જો કે બંને ભાઈઓ જોવામાં એક સરખા જ દેખાય છે.બને ભાઈઓના જન્મ ૧૯૭૨ માં એકસાથે થયો હતો..વર્ષ  ના ૧૧ માં મહિનાની ૨૮ મી તારીખે આ બંનેનો જન્મ થયો હતો મિતેશભાઈના જન્મનો સમય સવારના સાત વાગ્યાનો હતો.જ્યારે નાના ભાઈ મનીષના જન્મનો સમય સાત વાગી ને પાંચ મિનિટ નો હતો.એટલે બંને વચ્ચેના જન્મના તફાવત ફક્ત પાંચ મિનિટનો હતો.નાનપણથી જ પરિવાર બંનેના પોશાક પણ એકસરખા અને એક માપના જ શિવડાવતા હતા.
 
આજે મિતેષભાઈ અને મનીષભાઈ ની ઉંમર આશરે ૪૮ વર્ષ ની છે ,છતાં પણ બંનેના શરીર એકદમ મેન્ટેન છે.એટલે જ્યારે પણ પોશાક શિવડાવવાના હોય ત્યારે બને એકજ સરખા શિવડાવે છે.સાથે શૂઝના માપ પણ બને ના એક જ છે.તેઓને જોઈ મિત્રોતો થાપ ખાઈ જ છે ,સાથે આડોશી પાડોશના લોકો પણ ઓળખી નથી શકતા કે કોણ મિતેષ છે અને કોણ મનીષ છે.ઓળખ મેળવવા લોકોએ બને ભાઈઓ પૈકીના એકનું નામ બાબા પાડ્‌યું છે.જે પેટન નામ થકી કેટલાક લોકો ઓળખી જાય છે કે આ મનીષ છે અને આ મિતેષ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને ભાઈઓએ વ્યાવસાયીક ફોટોગ્રાફિ ઉપરાંત રાષ્ટ્રિય કક્ષાએ પણ શ્રેષ્ઠ ફોટોગ્રાફિ બદલ એવોર્ડ પ્રાપ્ત કરીને ગુજરાતનું નામ રોશન કરવા બદલ આજે વલ્ડ ટ્‌વીન્સડે ની પૂર્વ સંધ્યાએ.. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ પણ શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા..!
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.