સાબરકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા ૨૯.૫૦ લાખ રોપાઓનો ઉછેર કરાશે

અરવલ્લી : સાબરકાંઠા જિલ્લામાં ૭૦મા વનમહોત્સવની તૈયારીના ભાગરૂપે સમગ્ર જિલ્લાના આઠ તાલુકાઓની ૧૩ અને ડીસીપી નર્સરીઓના સહયોગથી ૨૯.૫૦ લાખ રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે. આ વૃક્ષોના વિતરણ માટે તંત્રએ વૃક્ષરથની શરૂઆત કરી છે. જેમા અત્યાર સુધીમાં ૩,૬૬,૦૦૦ રોપાઓનુ વિતરણ કરવામાં આવ્યુ છે.સાબરકાંઠાને હરિયાળો બનાવવાની નેમ સાથે વન વિભાગ દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે જેમા સામાજિક, શૈક્ષણિક તેમજ અન્ય સંસ્થાઓ ધ્વારા લોકજાગૃતિ માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ગઢવીના જણાવ્યા અનુસાર આ વખતે જિલ્લાના દરેક ગામે ગામ જઈને વ્યક્તિદિઢ એક વૃક્ષ રોપાવા અમારૂ આખુ વન વિભાગ કટિબંધ્ધ છે. જિલ્લાકક્ષાનો વનમહોત્સવ પૂર્ણ થતાની સાથે જ અમારો આ વૃક્ષરથ ગામડેગામડે ફરીને ગામમા વૃક્ષના રોપા પહોચાડવાનુ કામ કરવાનો છે. આ રોપાઓમાં નીલગીરી, લીમડા, અરડુસા, આસોપાલ, ગુલમહોર,સરગવો,વડ્‌લો, જેવા વૃક્ષોની સાથે સાથે ફળાઉ વૃક્ષ જેવા કે દાડમ,જામફલ, જાંબુ, આંબા,આંબળા જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે.
 હિંમતનગર નગરપાલિકા દ્રારા પણ વૃક્ષારોપણ માટે ઘેર-ઘેર જઈને  ફોર્મ વિતરણ કરવામાં આવે છે જેમા વૃક્ષનો છોડ તેમજ તેની જાળવણી માટે પાંજરા પણ વહેચવામાં આવે છે. નગરપાલિકા હિંમતનગરે ૫૧૦૦ વૃક્ષો વાવવાનો અને ઉછેરવાનો નિર્ધાર કર્યો છે. આ સાથે સાયન્સ કોલેજ તેમજ આટ્‌ર્સ એન્ડ કોમર્સ કોલેજ હિંમતનગરના વિધાર્થીઓ દ્રારા પણ ૨૦૦૦ જેટલા રોપાઓને વાવવી તેનુ જતન કરવાની પ્રેરણાદાયી કામગીરી કરવામાં આવી છે.      સામાજિક વનીકરણનાં સહયોગ થકી જિલ્લાનાં અન્ય ગામોમાં પણ ગ્રામજનોની સામૂહિક જનભાગીદારીથી આ પ્રકારની વૃક્ષારોપણની કામગીરી હાથ ધરીને આપણી ભાવિ પેઢીને ગ્લોબલ ર્વોમિંગની અસરથી રાહત મળી શકે તેવા ઘનિષ્ટ વૃક્ષારોપણનાં પ્રયાસો માટે કટિબધ્ધ થવાં નાયબ વન સંરક્ષક શ્રી ગઢવીએ ખાસ હિમાયત કરી છે.  વન વિભાગ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી મુજબ જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ચાલુ વર્ષે ૭૦ માં વનમહોત્સવની થનારી ઉજવણી અંતર્ગત ૨૯.૫૦ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવનાર છે. જિલ્લાની કુલ ૮૬ જેટલી ખાતાકીય તેમજ ડી.સી.પી નર્સરીઓમાં તેનો ઉછેર કરવામાં આવેલ છે. આ રોપાઓ લોકોની જરૂરીયાત મુજબની માંગણીઓ સંતોષી શકશે અને રોપા ઉછેર દ્વારા પૂરક આવક મેળવી પર્યાવરણ જાળવણીમાં તેમનું યોગદાન મહત્વનું બની રહેશે.વૃક્ષો આવતીકાલની જરૂરિયાત છે માનવે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે વૃક્ષારોપણ જરૂરી છે. વૃક્ષો માત્ર ફળ-ફુલ અને છાયા જ નથી આપતા પરંતુ પ્રાણવાયુ પણ આપે છે વાતાવરણને શુધ્ધ કરે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.