જીલ્લામાં ૩ સરપંચ અને ૨૨ વોર્ડ સભ્યોની ચૂંટણીના પરિણામ જાહેર “કહી ખુશી કહી ગમ”

 
 
 
 
                                    અરવલ્લી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મુદત પૂર્ણ થયેલ ૨ ગ્રામ પંચાયત અને માલપુર સરપંચ ભારતીબેન ઉપધ્યાય સામે ગ્રામ પંચાયતના સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરતા યોજાયેલ પેટા ચૂંટણી સહીત ૨૨ વોર્ડના સભ્યો ની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ થયું ત્યારથી ચૂંટણીના પરિણામ જાહેર થયું ત્યાંસુધી ભારે ઉત્તેજના ભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા માલપુર ગ્રામ પંચાયતના ભારતીબેન ઉપધ્યાયને ભલે સરપંચ પદે થી સભ્યોએ દૂર કર્યા હોય પરંતુ માલપુર નગરમાં કરેલા વિકાસના કામો અને પ્રજાજનોની લોકચાહના ના પગલે ૬૦૩ મત થી ભવ્ય વિજય થતા તેમના ટેકેદારો દ્વારા ભવ્ય વિજયોત્સવ મનાવ્યો હતો
         મોડાસા તાલુકા ના વરથુ અને સુરપુર ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થતા યોજાયેલી ચૂંટણી ની મતગણતરી મંગળવારે યોજાતા સરપંચ અને સભ્યપદ ના ઉમેદવારો તેમના ટેકેદારો સાથે મોટી સંખ્યામાં મતગણતરી સ્થળે ઉમટ્યા હતા વરથુ ગ્રામ પંચાયતમાં સરપંચ પદે કોદીબેન રાઠોડનો ૫૨૪ મત થી અને સુરપુર ગ્રામ પંચાયતમાં સરપંચ પદે વિક્રમસિંહ મકવાણા ૩૮૫ મત થી વિજય બનતા તેમના ટેકેદારો ગેલમાં આવી ગયા હતા તદઉપરાંત ૨૨ વોર્ડ સભ્યોની ચૂંટણીમાં વિજેતા સભ્યના ટેકેદારોએ જીત નો જશ્ન મનાવ્યો હતો વરથુ અને સરપંચ પદના વિજેતા ઉમેદરોએ બેન્ડવાજા અને ડીજે ના તાલે અબીલ ગુલાલની છોળો વચ્ચે સરઘસ કાઢ્યું હતું જયારે હારેલા ઉમેદવારો અને તેમના ટેકેદારોમાં ભારે નિરાશા ફેલાઈ હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.