મોડાસાના રાણા સૈયદ નજીક લકઝરી બસના જાનૈયાઓ અને સ્થાનિકો વચ્ચે લઘુશંકા કરવા બાબતે ધીંગાણું

 
 
 
 
              મોડાસા-ધનસુરા બાયપાસ  રોડ પર આવેલા રાણાસૈયદ ચોકડી નજીક જાનૈયા ભરી પસાર થતી લકઝરી બસના ચાલકે મુસાફરોને લઘુશંકા માટે બસ ઉભી રાખતા ચોકડી પર ઉભા રહેતા લારી-ફેરિયા વાળાઓએ થોડે દૂર જઈ લઘુશંકા કરવાનું કહેતા જાનૈયાઓ દબંગાઈ પર ઉતારી આવી લારી-ફેરિયાવાળા પર હુમલો કરતા નજીકમાં આવેલા રાણાસૈયદ વિસ્તારના લોકો દોડી આવતા જાનૈયાઓ અને સ્થાનિકો વચ્ચે મારામારી થતા અને પથ્થરમારો થતા મોડાસા ટાઉન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી સ્થિતિને કાબુમાં લીધી હતી મારામારી ની ઘટનામાં ૩ લોકોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલ ખસેડાયા હતા વહેલી સવારે રાણાસૈયદ ચોકડી નજીક થયેલી બબાલ થી અહીંથી પસાર થતા વાહનચાલકો અને આજુબાજુના વિસ્તારના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો    મોડાસા બાયપાસ રોડ પર આવેલી રાણાસૈયદ ચોકડી નજીક વહેલી સવારે રાજસ્થાન તરફથી જાનૈયા ભરી લકઝરી બસના ચાલકે મુસાફરોને લઘુશંકા માટે લકઝરી બસ થોભાવતા જાનૈયાઓ ચોકડી નજીક ઉભા રહેતા લારી-ફેરિયાઓ ની લારી નજીક જાહેરમાં કેટલાક જાનૈયાઓ લઘુશંકા કરતા લારી-ફેરિયાઓએ થોડે દૂર જવાનું જણાવતા જાનૈયાઓ એકાએક ઉશ્કેરાઈ જઈ લારી-ફેરિયાઓ પર તૂટી પડતા હો..હા...હો થતા ચોકડી નજીક રાણાસૈયદ વિસ્તારના લોકો દોડી આવતા જાનૈયાઓ અને સ્થાનિકો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થતા અને પથ્થરમારો થતા ભારે ચકચાર મચી હતી લકઝરી બસના કાચ પણ તૂટી ગયા હતા. જાનૈયાઓએ લારીવાળા ફેરિયાઓને માર મારતા લોહી-લુહાણ થતા ઘટનાના પગલે પહોંચેલી મોડાસા ટાઉન ઇન્ચાર્જ પી.આઈ નાગજી રબારી અને તેમની ટીમે તંગ સ્થિતિ પર કાબુ મેળવી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દવાખાને ખસેડી મામલાને શાંત પાડ્‌યો હતો મોડાસા ટાઉનપોલીસ સ્ટેશનમાં મુલતાની સમાજના અગ્રણીઓ અને લોકોના ટોળેટોળા અને લકઝરીબસના જાનૈયાઓના ઉમટ્યા હતા બંને પક્ષે સમાધાનના પ્રયત્નો હાથધર્યા હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.