પાટણ : ૧ ક્લેમ્પ પર ટકેલો ૨૦૦ કિલોનો લોંખડનો દરવાજો બાળક પર પડતાં મોત, મૃતકના માતાની સાડી લોહીથી ભરાઇ

પાટણ :  શહેરમાં પ્રભુ નગર સોસાયટીનો ૧૫૦થી ૨૦૦ કિલો વજનનો લોખંડનો મુખ્ય દરવાજો પાંચ વર્ષના બાળક પર પડતાં બાળક ને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં કમકમાટી ભર્યું મોત થયું હતુ. હૃદયદ્રાવક ઘટના થી લોકો હચમચી ગયા હતા. લોખંડનો મુખ્ય દરવાજો દિવાલ સાથે લગાવેલા ક્લેમ્પથી વેલ્ડીંગમાંથી અલગ પડી જતાં ગોઝારી ઘટના સર્જાઇ હતી. ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા. જ્યારે લોકોએ દરવાજાને ઊંચકી બાળકને બહાર કાઢ્યો ત્યારે તેના નાક, કાન અને મોઢામાંથી લોહી નીકળતું હતુ.દવાખાને લઇ જતાં તબીબે મૃતજાહેર કર્યો હતો.
પાટણ શહેરમાં કાળકા રોડ પર રોટરી નગરના ઠાકોરવાસમાં રહેતાં વિષ્ણુજી બચુજી ઠાકોરના પત્ની રેખાબેન ઠાકોર રવિવારે સવારે આઠ વાગ્યાના અરસામાં તેમના પાંચ વર્ષના એકના એક દીકરા આર્યનને લઈને ઘરકામ માટે જવાના હતા. તે વખતે આર્યન તેમના ઘર પાસે રોડ પર આવેલી પ્રભુકૃપા સોસાયટી ના નાકા પાસે ઉભો હતો અને તેની માતા આર્યનના ચંપલ લેવા માટે ઘરે જઈ હતી.
તે વખતે પ્રભુ કૃપા સોસાયટીનો અંદાજે સાડા છ ફૂટ ઊંચાઈ નો અને નવ ફૂટ પહોળો અને ૧૫૦થી ૨૦૦ કિલો વજનનો લોખંડનો વજનદાર દરવાજો દિવાલ સાથે લગાવેલા કલેમ્પના વેલ્ડીંગમાંથી જુદો પડી જતાં આર્યન પર પડયો હતો. બાળક દરવાજાના નીચે આવી ગયો હતો અને તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. આસપાસના રહીશોએ દરવાજો ઊંચકી બાળકને બહાર કાઢ્યો હતો બાળક લોહીલુહાણ થઇ ગયો હતો નાક કાન અને મોઢામાંથી પણ લોહી નીકળતું હતું. તેને તાત્કાલિક જનતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.જ્યાં ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. સાંજ સુધી પોલીસમાં કોઈ કાર્યવાહી થઈ ન હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.