સરકાર કામચોર કર્મચારીઓની છટણી કરશે, દર મહિને કામગીરીનું કરાશે મુલ્યાંકન

કેન્દ્ર સરકાર હેઠળ આવતા કામ કરનાર કર્મચારીઓને દર મહિને હવે મૂલ્યાંકનની પ્રક્રિયામાંથી પસાર કરવાનો વિચાર સરકાર કરી રહી છે. સરકાર હવે દરેક મંત્રાલયો અને વિભાગો પાસેથી દર મહિને એવા કર્મચારીઓનું લિસ્ટ માગશે જેને સમય પહેલા જ રિટાયર કરી શકાય. સરકારી ઓફિસમાં કામકાજનું વાતાવરણ સુધારવા માટે અને લોકોને લગતા સરકારી કામ સમયસર પૂરા કરવા માટે સરકારે કર્મચારીઓની જવાબદારીથી વર્તન કરે તે માટે આ પહેલ કરી છે. તાજેતરમાં મોદી સરકારે ભ્રષ્ટ અને બેજવાબદાર કર્મચારીઓની સફાઈનું કામ શરુ કર્યું છે. જે હેઠળ તપાસ એજન્સીઓના ટોપ અધિકારીઓને જબરજસ્તીથી રિટાયર્મેન્ટ આપવામાં આવ્યું છે. જોકે, સરકારની આ પહેલ કેન્દ્રિય ઓફિસ ઉપરાંત પબ્લિક સેકટરના એકમો અને બેંક કર્મચારીઓને પણ લાગુ થશે. કર્મચારી વિભાગે ૨૦ જૂનના રોજ દરેક મંત્રાલયો અને વિભાગને લખેલા પત્રમાં કહ્યું છે કે કામ કરવાના માપદંડમાં ખરા ન ઉતરનાર એવા કર્મચારીઓનું લિસ્ટ દર મહિનાની ૧૫ તારીખ સુધીમાં જમા કરાવી દે. જેને જનતાના હિત માટે સમય પહેલા રિટાયર કરી દેવામાં આવશે. આ વ્યવસ્થા આ મહિનાથી જ લાગુ કરવામાં આવશે. એટલે કે ૧૫ જુલાઈના રોજ દરેક મંત્રાલયો અને વિભાગોમાંથી એવા કર્મચારીઓનું લિસ્ટ આવી જશે. જોકે, પત્રમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે આ લિસ્ટને પારદર્શક રીતે અને પુખ્તા આધારની મદદથી તૈયાર કરવામાં આવશે. જેમાં કોઇપણ પ્રકારનો પૂર્વગ્રહ નહી હોય. સરકારનું કહેવું છે કે કર્મચારીઓના નોકરીના નિયમોમાં આવા પ્રાવધાન પહેલાથી જ છે. જોકે, સામાન્ય લોકોના હિતમાં હવે તેને અસરકારક રીતે લાગુ પાડવામાં આવશે. સાતમા પગાર પંચમાં કર્મચારીઓની કામ કરવાની ક્ષમતા અને જવાબદારી વધારવા માટે અનેક પ્રસ્તાવ આપવામાં આવ્યા હતાં. જેમાંથી આ પણ એક હતો. આ ઉપરાંત સરકારે એવા કર્મચારીઓનું પણ અલગથી લિસ્ટ બનાવવાનું કહ્યું છે. જેના પર ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા કેસ ચાલી રહ્યાં છે. અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ઘ ભ્રષ્ટાચારની તપાસમાં ઝડપ લાવવા માટે કેન્દ્ર સરકારે રિટાયર થયેલા અધિકારીઓની પણ મદદ લેવામાં આવશે. એવા પૂર્વ અધિકારીઓની સેવા લેવામાં આવશે જેનો રેકોર્ડ શાનદાર, ઈમાનદારી અને મજબૂત ઈચ્છાશકિત ધરાવે છે. સરકારનું માનવું છે કે આમ કરવાથી તપાસ પ્રક્રિયા જલદી પૂરી થશે. મંત્રાલયો અને વિભાગોમાં હવે કોન્ટ્રાકટ પર રાખવાની શરતોમાં પણ ઢીલ આપવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનેલ એન્ડ ટ્રેનિંગ (ડીઓપીટી)એ નવું ગાઈડલાઈન્સ જાહેર કરતા દરેક મંત્રાલયો અને વિભાગોને તાત્કાલીક યોગ્ય રિટાયર કર્મચારીઓની તલાશ કરવાનું કહ્યું છે. જેમને પદો પર નિયુકિત જરુરી છે. કેન્દ્ર સરકારમાં અંડર સેક્રેટરી અને સેકશન ઓફિસરથી રિટાયર અધિકારી આ પદો પર રાખવામાં આવશે. સરકારની તાજા રિપોર્ટ અનુસાર સાત લાખથી વધારે પદ ખાલી પડ્યા છે. આ કારણોસર તમામ મંત્રાલયોમાં પણ કામ પર અસર પડી છે. આ કારણે તમામ મંત્રાલયમાં પણ કામ પર અસર પડી રહી છે. જેના માટે લેટરલ એન્ટ્રીના બનેલા નિયમોમાં બદલાવ કરીને આશરે પાંચથી સાત હજાર પદોને આવરી લેવામાં આવશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.