પાટણ તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને થતા અન્યાય બાબતે મામલતદારને આવેદનપત્ર

 
 
 
 
                      પાટણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને થતા અન્યાય સહિતની બાબતે બુધવારે પાટણ મામલતદારને આવેદન પત્ર આપી આક્રમક રજૂઆત કરી હતી જેમાં ભાજપ સરકારે પાક વીમા નું પ્રીમિયમ ફરજિયાત બનાવી કૃષિ સબસિડી ના નામે સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા ખાનગી વીમા કંપનીઓને લાભ કરાવી આપવા માટે ફસલ વીમા યોજનાના બનાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 
પાટણ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શંકરજી ઠાકોર લાલેશ ઠક્કર અશ્વિન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ દીક્ષિત પટેલ સહિતના કોંગ્રેસના અગ્રણીઓએ પાટણ મામલતદાર કે એસ પ્રજાપતિ ને આવેદનપત્ર આપી ગુજરાતમાં સરકાર કૃષિમેળામાં સરકારી તિજોરીમાંથી કરોડોના ખર્ચા કરે છે. પરંતુ ખેડૂતોના મૂળભૂત પ્રશ્નો નું નિરાકરણ કરવામાં અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવામાં ગુજરાતની ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી ખેતી માટે વીજ જોડાણો વર્ષો સુધી આપવામાં આવતા નથી 
ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ અને જંતુનાશકો વ્યાજબી ભાવે મળતા નથી મગફળી કાંડ જેવી ઘટનામાં તટસ્થ ન્યાય તપાસ હાથ ધરવાના બદલે ભાજપના મળતિયાઓને છાવરવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.