હારીજના બોરતવડામાં ૬૦૦ વર્ષ પૌરાણિક નર્મદેશ્વર મહાદેવનો અનોખો મહિમા

હારીજ
હારીજ તાલુકામાં આવેલા બારતવાડા ગામમાં હારીજથી પાટણ હાઇવે રોડ ઉપર આવેલું શિવ મંદિર ગાયકવાડ વખતમાં બનાવવામાં  આવેલુ નર્મદેશ્વર મહાદેવ ના મંદીરની શ્રાવણ માસનો એક અલગ જ મહિમા છે આ મંદીરમાં   શિવાલય બન્ને સંયુક્ત છે ત્યારે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ગામના યુવાનો દ્રારા સિદ્ધપુરની પવિત્ર સરસ્વતી નદી નુ જળ પગપાળા  કાવડ દ્રારા સિદ્ધપુર થી બારતવાડા લાવવામાં આવે છે આશરે ૫૫ કિલોમીટર સુધી વચ્ચે કયાય બેસયા વગર લાવવા મા આવે છે અને આ જળ જે લઈ ને આવે તેમને કાવડિયા તરીકે ઉપનામ આપવામાં  આવે છે
આ મંદીર દુષ્કાળ સમયે મોતીશા શેઠ નામ ના વ્યક્તિ એ મંદીર નો જીર્ણોદ્ધાર કર્યો હતો અને બાજુ મા મોતીસર નામ નું તળાવ પણ બંધાવ્યું હતુ. મોતીશા શેઠ જૈન ધર્મ ના હોઇ એટ્‌લે મંદીર ના મુખ્ય દ્વાર ઉપર મહાવીર ભગવાન ની પ્રતિમા પ્રતીક રીતે છે
આ મંદીરમાં ઘણા સંતો મહંતો મહાદેવની પૂજા અર્ચના કરવા આવ્યાં હતાં અને તેમને ત્યા જીવંત સમાધિઓ લીધી છે જેમાં દરિયાગીરી બાપુ,અને એમના શિષ્યો .સોમગીરી બાપુ, ગોકલગીરી બાપુ, કનૈયાગીરી બાપુ, ઇશ્વરપુરી બાપુ, આ તમામ સંતોએ  સમાધિઓ લીધી છે લોકવાયકા પ્રમાણે દરિયાગીરી બાપુએ એકવાર સિંહનું રૂપ ધારણ કરેલું છે આ મંદીર ગામની એકતાનું પ્રતીક છે શ્રાવણ માસ દરમિયાન નર્મદેશ્વર મહાદેવની સવારે મંગલા આરતી, બપોરે મધ્ય આરતી , સાંજે સંધ્યા આરતી કરવામાં  આવે છે જેમાં ગામ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.અને દર્શન નો લાભ મેળવે છે.
આ મંદિરનો મહિમા  શ્રવણ માસપૂજારી અંબિકા પ્રસાદ અને કાવડિયા શિવ ભક્ત જવાનજી ઠાકોર અને યુવક મંડળ દ્વારા જાણવામાં આવ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.