નેશનલ જિમ્નાસ્ટીક પ્લેયર વેલેન્ટાઈન ડે પર દીક્ષા લેશે

સુરતમાં હાલ દીક્ષા લેનારાઓની લાંબી લાઈન લાગી છે. રોજ અનેક લોકો દીક્ષા લઈને સંયમના માર્ગે નીકળી રહ્યા છે. જ્યારે આખી દુનિયાના ૧૪ ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે ઉજવી રહી હશે, ત્યારે સુરતમાં એકસાથે ૮ યુવતીઓ સાંસારિક જીવન ત્યજીને મોહમાયામાંથી મુક્ત થઈને સંયમનો માર્ગ અપનાવશે. તેમાંથી એક છે પૂજા. જે નેશનલ જિમનાસ્ટીક પ્લેયર રહી ચૂકી છે.
 
સુરતમાં દીક્ષાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. જેમાં કરોડપતિ પરિવારના સંતાનો, જેઓ લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલને છોડીને સંયમના માર્ગે જવા નીકળી પડ્યા છે. સુરતમાં ૧૪ ફેબ્રુઆરીના રોજ વધુ ૮ લોકો દીક્ષા લેવાના છે. દીક્ષા લેનારાઓમાં યુવતીઓની સંખ્યા વધુ છે. મોટાભાગની યુવતીઓ કરોડપતિ પરિવારની છે. આ ૮માંથી એક છે પૂજા શાહ નામની નેશનલ જિમનાસ્ટીક પ્લેયર. પૂજા સરતના નાનપુરા વિસ્તારના કૈલાશ નગરમાં રહે છે. પૂજાના પિતા કિરીટભાઈ હીરા દલાલીનું કામ કરે છે. થોડા સમય પહેલા પૂજા જૈન ઉપાશ્રયમાં ગઈ હતી, જ્યાં જૈન ગુરુઓની સાથે રહી અને તેમનું જીવન જાઈને પૂજાએ પણ દીક્ષા લેવાનું મન બનાવ્યું હતું. શરૂઆતમાં તેણે આ વાત જ્યારે પોતાના પરિવારને જણાવી તો પરિવારે તેની પરમિશન ન આપી. જાકે, હવે આ જ પરિવાર દીકરીને દીક્ષા લેવાની પરમિશન આપીને બહુ જ ખુશ છે.  પૂજા એમકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. તેનું માનવું છે કે, આ જીવનમાં માત્ર દર્દ જ છે. સાચો આનંદ તેણે આ મોહમાયા માટે છોડી દીધો છે અને તે સંયમના રસ્તે જ શક્ય છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.