પાટણ પોલીસે નકલી પોલીસ ઝડપી

પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શોભા ભુતડા તથા નાયબ પોલીસ અધિક્ષક જે.ટી.સોનારાની સુચના મુજબ પાટણ પી.આઈ. એમ.એલ પરમાર તથા પો.સ. ઈ. એ.એ.સુમરા વિગેરે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન જય અંબે રેત સપ્લાર્સના માલીક પરેશભાઈ રાવલએ ટેલીફોનથી જાણ કરેલ કે એક ટોળકી સકેદ કલરની ગાડી લઈ પાટણ-શિહોરી હાઈવે રોડ ઉપર ભુતીયાવાસણા ગામ નજીક પોતે કાઈમ બાન્ચના અધિકારી હોવાની ખોટી ઓળખાણ આપી રસ્તે આવતા જતા વાહનોનું ચેકિંગ કરે છે. 
જેથી હકિકત આધારે પંચો સાથે સદરી જગ્યાએથી ડાભી પ્રવિણસિંહ લીલાજી (રહે.સિપોર તા. વડનગર), ઠાકોર બલાજી ઉર્ફે બળવંતજી ખેંગારજી (રહે-ડાભી તા. ઉંઝા) ઠાકોર ભારતજી અરજણજી (રહે.સાંપ્રા તા.સરસ્વતી) એક સફેદ કલરની તવેરા ગાડી (નં.જી.જે.૦૯ બી.બી.-૪૬ર૭) લઈ જાહેર રોડ ઉપર પોતે પોલીસ ન હોવા છતાં રસ્તે આવતા જતા વાહનો તથા ટ્રકોનું તપાસ કરી ચેંકીંગ કરતા હોઈ અને પોતે દિલ્હી ક્રાઈમ બાન્ચ. તથા ક્રાઈમ ઈન્ફોરમેશનના અધિકારી/ કર્મચારી હોવાનું જણાવી ખોટા આઈ.ડી.પ્રુફ બતાવી રાહદારી માણસો સાથે ઠગાઈ કરતા પકડી પાડેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.