વડોદરા જીલ્લાના વાઘોડિયા તાલુકાના આમોદર ગામ પાસે મોડી રાત્રે કારની અડફેટે ટુ-વ્હીલર પર સવાર ભાઇ-બહેનનામોત નીપજ્યા હતા.

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના આમોદર ગામ પાસે મોડી રાત્રે કારની અડફેટે ટુ-વ્હીલર પર સવાર ભાઇ-બહેનના સ્થળ પર મોત નીપજ્યા હતા. વડોદરામાં રહેતા ભાઇ-બહેન ભત્રીજીના લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા. તે સમયે બંનેના એક સાથે મોત નીપજતા પરિવારનો લગ્નનો ઉત્સાહ માતમમાં ફેરવાઇ ગયો હતો.
 
વાઘોડિયા તાલુકાના આમોદર ગામ પાસે રવિવારે રાત્રે બનેલા અકસ્માતની માહિતી આપતા મૃતકના ભાઇ મહેન્દ્રભાઇ પરમારે જણાવ્યું હતું કે, રવિવારે રાત્રે આમોદર પાસે આવેલી સોસાયટીમાં અમે પરિવારજનો ભત્રીજીના લગ્ન પ્રસંગમાં ગયા હતા. નિઝામપુરા રોડ પર આવેલી 25, આર્ચના સોસાયટીમાં રહેતા મારા ભાઇ દિલીપ પરષોત્તમભાઇ પરમાર (ઉં.વ.60) અને સુભાનપુરામાં આવેલી ગાંધીનગર સોસાયટીમાં રહેતા બહેન ચંદ્રિકાબહેન યોગેશભાઇ મકવાણા (ઉં.વ.50) પણ લગ્નમાં આવ્યા હતા. પરિવારજનોએ લગ્નને મનમૂકીને માણ્યું હતું. અને રાત્રે અમે પરિવારજનો પોતાના વ્હીલર્સ વડોદરા આવવા નીકળ્યા હતા.
 
તેઓઓ વધુમાં જણાવ્યું કે, મારા ભાઇ દિલીપ અને બહેન ચંદ્રિકા ટુ-વ્હીલર પર વડોદરા આવવા નીકળ્યા હતા. પરંતુ, તેઓ વડોદરા પહોંચે તે પહેલાં આમોદર પાસે અનંતા-આસ્થા સોસાયટી પાસે પાછળથી આવેલી કારે તેઓની ટુ-વ્હીલરને ટક્કર મારતા ભાઇ-બહેન મોપેડ ઉપરથી ફંગોળાઇ ગયા હતા. અને તેઓના સ્થળ પરજ મોત નીપજ્યાં હતા. આ બનાવના સમાચાર મળતા અમો પરિવારજનો સ્થળ પર પહોંચી ગયા હતા. આ સાથે વાઘોડિયા પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી. પોલીસે ફરાર થઇ ગયેલા કાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે પોલીસે અકસ્માતના મળેલા સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.