આબુરોડ નજીકથી નકલી જીરૂ બનાવતી ફેકટરી ઝડપાતાં ચકચાર

ગુજરાતના ઊંઝા સહિતના અન્ય વિસ્તારોમાં જીરુંની મોટાપાયે લે-વેચ થાય છે ત્યારે ગુજરાતની સરહદને અડીને જ આવેલા રાજસ્થાનમાં નકલી જીરું બનાવની ફેકટરી ઝડપાઇ ગઈ છે અને આ ફેકટરીના માલિકે ગુજરાતના વેપારીઓને પણ નકલી જીરું પધરાવી દીધું હોવાનો ચોંકાવનારો મામલો બહાર આવ્યો છે.
ગુજરાતના અમદાવાદથી પાલનપુર તરફ જતા માર્ગ પર પસાર થતી વખતે જીરુની સુંગંધ આવે એટલે ઊંઝા આવી ગયું હોવાનો ખ્યાલ આવી જાય છે.જોકે જીરુની લે-વેચ માટે મશહૂર બની ગયેલા ઊંઝામાંથી હવે જીરું ખરીદતા પહેલા સો વાર વિચારવું પડે એવા કારસ્તાનનો રાજસ્થાન પોલીસે ચોંકાવનારો પર્દાફાશ કર્યો છે.રાજસ્થાનના આબુરોડ નજીક નકલી જીરુ બનાવતી ફેકટરી ધમધમતી હોવાની બાતમી મળતાં સિરોહીના પોલીસ અધિક્ષક કલ્યાણમલ મીણાની સૂચનાથી આબુરોડ પોલીસે આબુરોડ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૨૭ પર એકલિંગજી મંદિર પાછળ આવેલ તરૂગી નિવાસી હરિસિંહ રાજપૂતના ખરતરમાં ઓચિંતો દરોડો પાડતા આ ખેતરમાંથી ધમધમતી નકલી જીરું બનાવતો ફેકટરી ઝડપાઇગઈ હતી. પોલીસે આ દરોડા વખતે ફેક્ટરીમાંથી ૫૦૦ કવીંટલ નકલી જીરુ તેમજ નકલી જીરું બનાવવામાં વપરાતા કેમિકલ સહિતની અન્ય વસ્તુઓ જપ્ત કરી આ ફેકટરી ચલાવતા ઉત્તરપ્રદેશના સંજય મુન્શીલાલ ગુપ્તાની અટકાયત કરી આકરી પુછપરછ હાથ ધરી હતી.જે દરમ્યાન આ શખ્સે પોતે આ ફેકટરીમાં જંગલી ઘાસ, ભૂંસુ અને કેમિકલ સહિત અન્ય વસ્તુઓનું મિશ્રણ કરી નકલી જીરું બનાવી આબુરોડના ટ્રાન્સપોર્ટર મારફત ખોટી બીલ્ટીઓ બનાવી આ નકલી જીરું ગુજરાતના ઊંઝા તેમજ નડિયાદ જીરા બજારમાં વેચી દેતો હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હોવાની વિગતો બહાર આવી છે.આ કારસ્તાનનો પર્દાફાશ થતાં હરકતમાં આવી ગયેલી આબુરોડ પોલીસે અન્ન અને પુરવઠા ઉપરાંત આરોગ્ય વિભાગની ટીમોને બોલાવી આ મામલે ઊંડી છાનબિન હાથ ધરી છે.
રગુજરાતને અડીને જ આવેલા રાજસ્થાનના આબુરોડ નજીકથી નકલી જીરું બનાવતી ફેકટરી ઝડપાયા બાદ આ ફેકટરીમાં તૈયાર થતું જીરું ગુજરાતના ઊંઝા અને નડિયાદ મોકલી દેવાતું હોવાની વિગતો બહાર આવ્યા બાદ આ પ્રકરણમાં ગુજરાતના વેપારીઓની સંડોવણી હોવાની શંકા પણ મજબૂત બની છે ત્યારે આ મામલે ગુજરાત સરકાર પણ ઊંડી તપાસ હાથ ધરે તે ઇચ્છનીય છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.