દિયોદર હાઇવે વિસ્તારમાં ફાયરિંગ એક ઘાયલ

દિયોદર હાઇવે વિસ્તાર ઉપર આજરોજ એક વ્યક્તિ દ્વારા અંગત ઝગડા માં એકા એક ફાયરિંગ ની ઘટના બનતા ખળભળાટ મચી જવા પામી છે જેમાં અંગત ઝગડા ના કારણે ફાયરિંગ થયું હોવાનું બહાર આવ્યું છે 
 
જાણવા મળતી માહિતી મુજબ દિયોદર હાઇવે વિસ્તાર ઉપર આજે સાંજે એકા એક હાઇવે વિસ્તાર ઉપર અંગત ઝગડા માં એક વ્યક્તિ દ્વારા એકા એક ફાયરિંગ કરતા એક વ્યક્તિ ને ઈજા પોહચી હતી અને પગ માં ગોળી વાગતા  જે ને   તત્કાલિત સારવાર માટે દિયોદર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો  જ્યાંથી પાટણ રીફર કરવા માં આવેલ છે જે મામલે દિયોદર પોલીસ મથક ખાતે લોકો ના ટોળા ઉમટી પડ્‌યા હતા પરંતુ  આ લખાય છે ત્યાં સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ આ બાબતે દિયોદર પી એસ આઈ સાથે વાત કરતા જણાવેલ કે આ બનાવ ના પગલે અમો ઘટના સ્થળ ઉપર જઈ તપાસ હાથ ધરી છે જેમાં હજુ કોઈ ફરિયાદી નો કોન્ટેક થયો નથી અમો તપાસ કરીએ છે એ જે બાબતે આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જો કે આ બનાવ ના પગલે દિયોદર માં ભારે ચકચાર મચી જવા પામી છે
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.