પાલનપુરની યુવતીને મહેસાણાના પતિએ પત્રથી તલ્લાક આપી દીધા

પાલનપુર : પાલનપુરની એક  પરણીત યુવતીને પુત્રનો જન્મ આપવા મામલે તેને સાસરિયાઓ દ્વારા તેને મહેણા ટાણા બોલીને તેમજ પિયરમાંથી રૂ.પાંચ લાખનું દહેજ લાવવા માટે ઘર માંથી તગેડી મુકવામાં આવી હતી. બાદ માં  પતિ દ્રારા લેખિત માં તલ્લાક આપી દેવા માં આવતા પિયર માં આશ્રય મેળવતી યુવતીએ તેના પતિ સહિત સાસરિયા ઓ વિરુદ્ધ પાલનપુર મહિલા પોલીસ મથકે દહેજ મામલે શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.
પાલનપુરના સલેમપુર વિસ્તારમાં રહેતી ૨૮ વર્ષીય બરીરાબાનુ યુનુસભાઈ બાબી નામની યુવતી ના લગ્ન નવ વર્ષ અગાઉ મહેસાણા ના ખાટકીવાસ માં રહેતા મહંમદઅલી બાબુકબીર મોતીસરા નામના યુવક સાથે થયા હતા જે બાદ આ પરણીતાને બે પુત્રીનો જન્મ થયા બાદ તેમન મરણ થાય હતા જે બાદ આ પરણીતાને પ્રસુતીમાં પુત્રનો જન્મ થવો જોઈએ તેવા મહેણાંટોણા મારીને પતિ તેમજ સાસરિયાઓ દ્વારા અવાર નવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને પિયર માંથી રૂપિયા પાંચ લાખનું દહેજ અને અગાઉ એક્ટિવા માટે રૂ.૭૦ હજાર લાવવાની માંગ કરીને તેને સાસરી માંથી તગેડી મુકવામાં આવી હતી જેને લઈને આ પરણીતા તેના પિયરમાં આશ્રય મેળવી રહી હતી દરમ્યાન તેના પતિ દ્રારા ગત એપ્રિલ માસમાં રજી. પોસ્ટ એડિ થી ત્રણ વખત તલ્લાક લખેલ પત્ર મોકલવામાં આવતા આખરે પરણીત યુવતીએ તેના પતિ મહંમદઅલી બાબુકબીર મોતીસરા, આસુબીબી બાબુકબીર મોતીસરા,મુનિરા બાનુ બાબુકબીર મોતીસરા શમીમાબાનું બાબુકબીર મોતીસરા અને અલ્લારખા બાબુકબીર મોતીસરા તમામ રહે.મહેસાણા વાળા વિરુદ્ધ પાલનપુર મહિલા પોલીસ મથકે દહેજધારા ની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.