રાધનપુરમાં ધાર્મિક સોસાયટી પાછળથી રૂ.૭૫ હજારનો દારૂ ઝડપાયો

 પાટણ એલસીબી ટીમ રાધનપુરમાં પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે પંચો સાથે રેડ કરતા રાધનપુરના વિઠ્ઠલનગરના ઠાકોર ભુપતભાઇ ઉર્ફે રાજેશભાઈ કાંતીભાઈએ મારુતિ ઝેન (જીજે ૦૫ પીપી ૫૪૭૪) કારમાં મસાલી રોડ ઉપર આવેલી ધાર્મિક સોસાયટીના પાછળના ભાગે બાવળની ઝાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની ૭૫૦ બોટલો કિં. ૭૫૦૦૦ મળી આવી હતી. પોલીસે કાર સહિત રૂ.૧૦૫૦૦૦ નો મુદ્દામાલ કબજે કરીને ભુપત ઠાકોર વિરુદ્ધ રાધનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ રાધનપુર પોલીસને સોંપી હતી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.