મહારાષ્ટ્રમાં એક જ રાતમાં બાજી પલટાઈ: ભાજપ-એનસીપીની સરકાર બની, દેવેન્દ્ર ફડણવીસે સીએમના અને અજીત પવારે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા

મુંબઈ 
મહારાષ્ટ્રમાં ચાલી રહેલી સત્તા માટેની ખેંચતાણ વચ્ચે આખરે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદનાં શપથ લીધા છે. એનસીપીનાં અજીત પવારે ઉપ-મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ભાજપ અને એનસીપીએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવી લીધા છે.શપથ લીધા પછી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્રની જનતાએ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. અમારી સાથે ગઠબંધનમાં લડેલી શિવસેનાએ તે જનાદેશને નકારીને બીજી બાજુ ગઠબંધન બનાવવાનો પ્રયત્ન કર્યો. મહારાષ્ટ્રમાં સ્થિર શાસન આપવાની જરૂર હતી. મહારાષ્ટ્રને સ્થાયી સરકાર આપવાનો નિર્ણય કરવા માટે અજીત પવારનો ધન્યવાદ.
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના ફરી સીએમ બનવા માટે શુભેચ્છા પાઠવી છે. પીએમએ કહ્યું છે કે, દેવેન્દ્ર ફડણવીસજી અને અજીત પવારજીને ક્રમશ: મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીના શપથ લેવા માટે શુભેચ્છા. મને વિશ્વાસ છે કે, મહારાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.