નરેન્દ્રભાઈ મોદી જ ફરી દેશની ગાદી સંભાળશે ઃ નિત્યગોપાલદાસજી મહારાજ

ડીસા : ભારતમાં લોકસભાની ચૂંટણી હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને સાત ચરણોના મતદાનની પ્રક્રિયામાં છ ચરણોનું મતદાન પણ સંપન્ન થઈ ચૂક્યું છે. અને આગામી ૨૩મી મેના ભારતના નવા વડાપ્રધાન કોણ બનશે તેનો નિર્ણય પણ આવી જશે. ત્યારે મંગલવારે ડીસા નજીક આવેલી ટેટોડા ગૌશાળા ખાતે અયોધ્યા રામ જન્મભૂમિ મુક્તિ ન્યાય સમિતિના અધ્યક્ષ મહંત શ્રી નિત્ય ગોપાલદાસજી મહારાજ આવી પહોંચ્યા હતા.
જ્યારે અયોધ્યા રામ જન્મભૂમિ મુક્તિ ન્યાય સમિતિના અધ્યક્ષ મહંત શ્રી નિત્ય ગોપાલદાસજી મહારાજે ડીસા નજીક આવેલી ટેટોડા ગૌશાળાની મુલાકાત લઈને મીડિયા સાથેની વાતચિતમાં રામ મંદિરના મુદ્દા પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે, રામ મંદિરના નિર્માણમાં થઈ રહેલો વિલંબ ન્યાય પ્રક્રિયાના લીધે થઈ રહ્યો છે. સાથે સાથે તેમણે જણાવ્યુ હતું કે, દેશની જનતાએ પ્રધાન મંત્રી મોદી અને યોગીને સત્તા પણ રામમંદિરનું વચન પૂર્ણ કરવા માટે સોંપી હતી. પરંતુ તેમ છતાં હજુ સુધી રામમંદિરનું નિર્માણ નથી થઈ શક્યું તે ખૂબ જ દુર્ભાગ્ય પૂર્ણ બાબત છે. સાથે સાથે આ ચૂંટણીમાં મોદીની તરફેણ કરતાં જણાવ્યુ હતું કે, જનતા મોદી સરકારની એકવાર ફરી માંગ કરી રહી છે ત્યારે એકવાર ફરી દેશના પ્રધાનમંત્રી તરીકે મોદી જ બિરાજમાન થશે તેવી ભવિષ્યવાણી પણ કરી હતી. વિશેષમાં તેઓએ જણાવ્યું હતું કે સરકારે ગાયો માટે ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ ગુજરાત ધાર્મિક નગરી છે. સરકારે દુષ્કાળ સહિત કોઈપણ પરિસ્થિતિ હોય પરંતુ ગાય માટે ઘાસ અને પાણીની વ્યવસ્થા જાળવી રાખવી જોઈએ. આ ઉપરાંત ગૌ ઋષિ શ્રદ્ધેય સ્વામી દત્ત શરણાનંદજીએ જણાવ્યું હતું કે, અગાઉ સરકાર દ્વારા ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં જ્યારે દુષ્કાળની સ્થિતિ સર્જાતી ત્યારે સરકાર દ્વારા ઢોરવાળા ખોલવામાં આવતો હતો. જેના કારણે ગૌ વંશનો નિભાવ થતો હતો.પરંતુ વર્તમાનમાં સરકાર દ્વારા ફક્ત બે ચાર માસ કેમ્પ કરી સહાય ચૂકવવામાં આવે છે. શુ રાષ્ટ્રને એટલું બધુ નુકસાન થયું છે. આર્થિકરૂપથી એટલી કમજોર થઈ ગઈ છે કે, ગૌવંશ માટે આપવામાં આવતી સહાય પર બ્રેક મારવામાં આવી છે. ગૌવંશ માટે અભ્યારણ બનવું જોઈએ. જેના કારણે ગૌ વંશનો નિભાવ થઈ શકે. ઉપરાંત સંતે સરકાર પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, સરકારે ગૌવંશને કતલખાને જતા રોકવા માટે કાયદો બનાવ્યો છે. પરંતુ ગાયોના ખોરાક પાણી માટે વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી નથી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.